September 20, 2024 5:18 pm

રાજકોટ ડિવિઝન માંથી પસાર થતી 5 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા

રાજકોટ ડિવિઝનનું છૂક..છૂક.. : ડબલ ટ્રેકના કામને કારણે 30 જૂન સુધી રેલ વ્યવહારને અસર

રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ ખંડેરી પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવેલ છે, જેના કારણે 30 જૂન સુધી રેલ વ્યવહારને અસર થશે. જેમાં, ટ્રેન નંબર 19120 વેરાવળ ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી 24 થી 29 સુધી રદ. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ વેરાવળ ઇન્ટરસિટી 25 થી 30 સુધી રદ. ટ્રેન નંબર 19571 રાજકોટ પોરબંદર એક્સપ્રેસ 24 થી 30 સુધી રદ. ટ્રેન નંબર 19572 પોરબંદર રાજકોટ એક્સપ્રેસ 24 થી 30 સુધી રદ. આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં, ટ્રેન નંબર 09521 રાજકોટ વેરાવળ લોકલ 23 થી 29 સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 09522 વેરાવળ રાજકોટ લોકલ 23 થી 29 સુધી વેરાવળથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 09513 રાજકોટ વેરાવળ લોકલ 24 થી 30 સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 09514 વેરાવળ રાજકોટ લોકલ 23 થી 29 સુધી વેરાવળથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19207 પોરબંદર રાજકોટ એક્સપ્રેસ 23 થી 29 સુધી પોરબંદરથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19208 રાજકોટ પોરબંદર એક્સપ્રેસ 23 થી 29 સુધી ભક્તિનગરથી પોરબંદર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 09480 ઓખા રાજકોટ લોકલ 23 થી 29 સુધી ઓખાથી હાપા સુધી ચલાવવામાં આવશે.

આ રીતે આ ટ્રેન હાપા રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 09479 રાજકોટ ઓખા લોકલ 24 થી 30 સુધી હાપાથી ઓખા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 23.06 ના રોજ બરૌનીથી દોડતી ટ્રેન નંબર 09570 બરૌની રાજકોટ સ્પેશિયલ બરૌનીથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 28.06 ના રોજ, ટ્રેન નંબર 09569 રાજકોટ બરૌની સ્પેશિયલ સુરેન્દ્રનગરથી બરૌની સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

24 ના રોજ રેવાથી દોડતી ટ્રેન નંબર 22938 રેવા રાજકોટ એક્સપ્રેસ રેવાથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 27 ના રોજ રાજકોટથી ચાલતી ટ્રેન નંબર 20913 રાજકોટ દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી દિલ્હી સરાય રોહિલ્લા સુધી દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 28.06 ના રોજ દિલ્લી સરાય રોહિલ્લાથી ચાલતી ટ્રેન નંબર 20914 દિલ્હી સરાય રોહિલ્લા રાજકોટ એક્સપ્રેસ દિલ્હી સરાય રોહિલ્લાથી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 25.06 ના રોજ જડચેરલાથી દોડતી ટ્રેન નંબર 09576 જડચેરલા રાજકોટ સ્પેશિયલ જાડચેરલાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

24.06 અને 25.06 ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ સિકંદરાબાદથી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 26.06 અને 27.06 ના રોજ રાજકોટથી ચાલતી ટ્રેન નંબર 22717 રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ વાંકાનેરથી સિકંદરાબાદ દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ વાંકાનેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19209 ભાવનગર ઓખા એક્સપ્રેસ 10.06 થી 28.06 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર ચાલશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19210 ઓખા ભાવનગર એક્સપ્રેસ 29.06 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

24.06 અને 27.06 ના રોજ, બાંદ્રાથી ચાલતી ટ્રેન નં. 22923 બાંદ્રા જામનગર હમસફર એક્સપ્રેસ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 25.06 અને 28.06 ના રોજ ટ્રેન નં. 22924 જામનગર બાંદ્રા હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 22959 વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 09.06 થી 28.06 સુધી વડોદરાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 22960 જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 10.06 થી 29.06 સુધી સુરેન્દ્રનગરથી વડોદરા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી અને રીશેડ્યુલ કરેલ ટ્રેનોમાં ટ્રેન નંબર 19252 ઓખા વેરાવળ એક્સપ્રેસ 25.06 થી 28.06 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા કાનાલુસ વાંસજાળીયા જેતલસર વેરાવળ થઈને ચલાવવામાં આવશે. આ ટ્રેનને રીશેડ્યુલ કરવામાં આવેલ છે.

આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમય થી 5 કલાક અને 45 મિનિટ મોડી એટ્લે કે 02.00 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 19251 વેરાવળ ઓખા એક્સપ્રેસને 25.06 થી 28.06 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા જેતલસર વાંસજાળીયા કાનાલુસ થઈને ચલાવવામાં આવશે. આ ટ્રેનને રીશેડ્યુલ કરવામાં આવેલ છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમય થી 3 કલાક અને 55 મિનિટ મોડી એટ્લે કે 03.00 વાગ્યે ઉપડશે.

રીશેડ્યુલ કરેલ ટ્રેનોમાં ટ્રેન નંબર 11463 વેરાવળ જબલપુર એક્સપ્રેસને 26.06 ના રોજ વેરાવળ 2 કલાક 30 મિનિટ મોડી એટ્લે કે 12.35 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર 19218 વેરાવળ બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 26.06 ના રોજ વેરાવળથી 1 કલાક 30 મિનિટ મોડી એટ્લે કે 13.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ વેરાવળ એક્સપ્રેસને 24.06 ના રોજ તિરુવનંતપુરમથી 6 કલાક મોડી એટલે કે 21.45 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર 19320 ઈન્દોર વેરાવળ મહામના એક્સપ્રેસને 25.06 ના રોજ ઈન્દોરથી 5 કલાક મોડી એટલે કે 26.06 ના રોજ 03.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર 11464 જબલપુર વેરાવળ એક્સપ્રેસને 25.06 ના રોજ જબલપુરથી 4 કલાક મોડી એટલે કે 18.00 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
માર્ગમાં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનોમાં 23.06 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા જામનગર એક્સપ્રેસ માર્ગ માં 3 કલાક મોડી થશે.

24.06 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસ માર્ગ માં 3 કલાક મોડી થશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE