બંદરનો વિકાસ પણ ખાડે ગયેલ હોય, રાજકીય નેતાઓ કેમ ચૂપ?
વડાપ્રધાને ડીસેલીશન પ્લાન્ટ વેબ કાસ્ટથી શિલાન્યાસ કરેલ તે પ્લાન્ટનું શાસકપક્ષ કે તંત્ર દ્વારા હજુ ખાતમુહુર્ત કરવામાં પણ આવેલ નથી !
તાલુકામાં કોઈ ગ્રાન્ટેડ અનુદાનિત કે ખાનગી અથવા સરકારી કોલેજ આવેલ નથી. જેથી દિકરી-દિકરાને શિક્ષણ મેળવીને રોજગારી મેળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે..
આશરે ૧.૨૫ લાખની વસ્તી ધરાવતા જોડીયા તાલુકાની વાસ્તવિકતા અગાઉ જણાવેલ. હવે આગળ જોવા જઈએ તો ભારતનું એકમાત્ર સ્થળ જોડિયા કે જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડીસેલીશન પ્લાન્ટ વેબ કાસ્ટથી શિલાન્યાસ કરેલ હતો. તે પ્લાન્ટનું શાસક તંત્ર દ્વારા હજુ ખાતમુહર્ત કરવામાં પણ આવેલ નથી. શું તંત્ર અને પ્રતિનિધિઓ જોડીયા તાલુકો વિકાસની વાટે આગળ આવે તો કોઈને મુશ્કેલી પડે તેવું કઈક બહાર આવ્યુ છે અને જોડીયા તાલુકો સાગરકાંઠો ધરાવતો હોઈ તેમા અને તેમાં બંદરનો વિકાસ પણ ખાડે ગયેલ છે. બંદર દ્વારા વિવિધ પ્રકારની પેદાશોની આયત-નિકાસ પર અસર જોવા મળી રહેલ છે. તેમજ આ તાલુકામાં કોઇ ઔધોગિક એકમ પણ આવેલ. આ આસપાસના વિસ્તારોમાં કારીગરો મજુરો રોજગારી મેળવવા દુર- દુર સુધી ભટકવું પડે જોવા મળેલ છે. અને શિક્ષણક્ષેત્રે પણ જોડીયા તાલુકા પાછળ જોવા મળી રહ્યો. આ તાલુકામાં કોલેજ કોઈ ગ્રાન્ટેડ અનુદાનિત કે ખાનગી અથવા સરકારી કોલેજ આવેલ નથી. જેથી દિકરી-દિકરાને શિક્ષણ મેળવીને રોજગારી મેળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD