રાજકોટનાં જૈન સમાજમાં આક્રોશ: કલેકટરને અપાયું આવેદન જૈન પ્રતિમાજીઓને ગુરૂ ભગવંતોના માર્ગદર્શન હેઠળ પુન: સ્થાપિત કરવાની લાગણી દર્શાવતો જૈન સમાજ
પાવાગઢ તીર્થમાં જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓને ખંડિત કરાતા સમસ્ત જૈન સમાજમાં ભારે આક્રોશ છવાયો છે. રાજકોટમાં સમસ્ત જૈન સમાજના અગ્રણીઓ દ્વારા આ નિંદનીય ઘટનાના સંદર્ભે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે પાવાગઢમાં જૈન પ્રતિમાઓ ખંડિત થવાની નિંદનીય ઘટનાથી સમગ્ર જૈન સમાજ ભારે આઘાત અને શોકની લાગણી અનુભવી રહ્યો છે. દેશમાં તમામ ધર્મના ઈસ્ટદેવો માટે સદ્ભાવ અને સન્માન બધાને હોવું જરૂરી છે જેનાથી ભાઈચારો અને અખંડિતતા જળવાઈ રહે.
પાવાગઢ ખાતે જે પણ તત્વોએ આ અત્યંત નિંદનીય અને અનુચિત કૃત્ય છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તથા જે પ્રતિમાજીઓ ખંડિત થઈ છે. તે અંગે જૈન ગુરૂ ભગવંતો સૂચવે તે રીતે વિધિપૂર્વક પુન: સ્થાપન કરવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે. ભવિષ્યમાં ભારતભરમાં આ પ્રકારનું કોઈ જાતનું કૃત્ય ન થાય તે જોવાની ખાસ તકેદારી લેવામાં આવે તેવી પ્રશાસન પાસે અપેક્ષા છે.
ઉપરોકત આવેદનપત્ર તીર્થરક્ષા સમિતિના નેજા હેઠળ આપવામાં આવેલ હતું. આવેદનપત્ર આપતી વેળાએ એડવોકેટ તથા જૈન અગ્રણી દિલેશભાઈ શાહ, વિમલનાથ જિનાલયના ક્ધવીનર વિપુલભાઈ દોશી, કેતન વોરા સહિતના વિવિધ સંઘના હોદેદારો જોડાયા હતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD