રાજકોટ મનપાના એક ATPએ ભૂદાનમાં મળેલ જમીન કાળાંધોળા કરી પોતાના પરિવારના નામે કરી લીધી હોવાની વાત સામે આવી છે. નામે કરવા ગ્રામ પંચાયતના રેકર્ડ સાથે આ અધિકારીએ કરી હશે કીમિયગીરી કારણ કે પચવેલ કે ખરીદેલ આ જમીન કોઈના નામે ટ્રાન્સફર ના કરી શકાય.. તેવો સરકારી નિયમ છે. આ અધિકારી સામે તપાસ થાય તો કરોડો રૂપિયાની છેતરપિંડી અને પોતાના ફરજ વિસ્તારમાં કરેલ અનેક કાળા કરતૂતો સામે આવે તેમ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સંત વિનોબા ભાવેએ ભૂદાન ચળવળ હેઠળ ગરીબ ખેતમજુરો માટે જમીનદારો પાસેથી દાનથી જમીન મેળવી ખેતમજુરોને અપાવી હતી તે જમીનો વેચી મારવાનો કારસો ચાલી રહ્યો છે. ભુદાનમાં મળેલ જમીન ખેડી ન શકીએ તો સરકારને જમીન પરત કરવી પડે છે. ભૂદાનની જમીન ‘બિનખેતી’ થઈ શકતી નથી. જો કોઈ સંજોગોમાં તે બિનખેતી કરવી પડે તો ફરજિયાત રીતે સરકારની મંજુરી લેવી પડે છે. જો આ જમીન ખેડવી ન હોય તો તે સરકારને પરત કરવી પડે છે. આ જમીન ઉપર જેને જમીન ફાળવાઈ હોય તે જ ખેતી કરી શકે છે. સરકારની પૂર્વ મંજુરી વગર ભૂદાનની જમીનનો નિકાલ થઈ શકે નહીં મહેસૂલ વિભાગના પત્રમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે ભૂદાન સમિતિ જેવી કોઈ સંસ્થા હયાત નથી, માટે આ સંસ્થા પ્રમાણપત્ર આપી શકતી નથી. ખેડૂત સામે પણ કાર્યવાહી થઈ શકે. સરકારશ્રીના મહેસુલ વિભાગના ઠરાવની જોગવાઈ
ખેતરનાં ગાડા માર્ગે બનાવેલું મરઘાં ઉછેર કેન્દ્ર કોનું?!
જો કોઈ ખેડૂત પોતાની પાસે રહેલી ભૂદાનની જમીન વેચી નાખે તો સામાન્ય જમીનના કાયદા મુજબ તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. સરકારી જોગવાઈ મુજબ ભૂદાનમાં મળેલી જમીનના સૂચનાઓમાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલું છે કે ભૂદાનની જમીન દાનમાં મેળવનાર વ્યક્તિ દાન આપનાર વ્યકિતને પ્રાપ્ત એવા તમામ અધિકારો તે જમીન ઉપર ધરાવી શકે છે. એટલે જો દાન આપનાર વ્યક્તિની જમીન મૂળ નવી અને અવિભાજ્ય શરતની હોય તો તેટલા જ મર્યાદિત હક્કો દાન મેળવનાર વ્યકિતને હોય અને અને પ્રાપ્ત થાય. વળી જો દાન આપનારની જમીન જૂની શરતની હોય તો દાન મેળવનાર વ્યકિત/પૂરા હક્કવાળી મેળવશે.
વધુમાં ભૂદાનમાં આપવામાં/મેળવવામાં આવેલી જમીન ખાતેદારે જાતે ખેડવાની હોય છે. આ જમીન વેચવાની, ભાગે કે સાથેથી આપવાની હોતી નથી તેમજ પડતર પણ રાખવી નહીં એવી શરતે અપાયેલી હોય છે. તે સંજોગોમાં આ જમીનનું વેચાણ કરવામાં આવે તો ટ્રાન્સફર કે અન્ય ત્રાહિતના કબજે સોંપવામાં આવે તો ચોકક્સપણે શરતનો ભંગ થાય. આમ ભૂદાનમાં મેળવવામાં આવેલ જમીન તેવા જમીન ધારણ કરનાર વેચી કે તબદીલ કરી શકે નહીં. તે સંજોગોમાં આ જમીન અંગે સત્તા પ્રકાર મૂળ જે હોય તે જ રહે છે. તેથી ભૂદાનમાં મેળવવામાં આવેલી જમીનને જે તે જમીન ધારણ કરનાર કોઈપણ સંજોગોમાં વેચી શકશે નહીં તેવી રેવન્યુ રેકર્ડમાં ફેરફાર એન્ટ્રી પાડવી જોઈએ અને બીજી જે પણ કાર્યવાહી કરવાની થાય તે પણ સરકારશ્રીએ