બહુમત વગર મોદી PM બની ગયા પણ મારો ‘આત્મા’ તમારો પીછો નહીં છોડે: પવાર
ભારત હેડલાઇન, તા.૧૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા પછી એનસીપી (શરદ પવાર) પાર્ટીના પ્રમુખ શરદ પવારે પૂછ્યું કે શું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશનું નેતૃત્વ કરવાનો આદેશ મળ્યો છે? તેમણે સોમવારે કહ્યું કે ભાજપ લોકસભા ચૂંટણીમાં બહુમતી ચૂકી ગયું છે.
કેન્દ્રમાં નવી ગઠબંધન સરકાર બનાવવા માટે તેમણે એનડીએને સાથી પક્ષોનો ટેકો લેવો પડ્યો. શરદ પવાર પુણેથી લગભગ ૧૨૫ કિલોમીટર દૂર શિશ્રિનગરમાં એનસીપીના સ્વરૂપમાં સ્થાપના દિવસના અવસર પર એક સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા.
આ સંમેલનમાં પક્ષના નવા ચૂંટાયેલા સાંસદોનું પણ સન્માન કરવામાં ભાજપ પાસે બહુમતી નહોતી, ટીડીપી, નીતિશકુમારની મદદ લેવી પડી હતી: પવારના મોદી પર પ્રહારો થયા.
વડાપ્રધાન તરીકે શપથ લીધા, પરંતુ શપથ લેતા પહેલા શું તેમની પાસે દેશનો
પવારે કહ્યું કે, “નરેન્દ્ર મોદીએ જનાદેશ હતો? શું દેશની જનતાએ તેમને સંમતિ આપી હતી? ભાજપ પાસે બહુમતી નહોતી. તેઓ હારી ગયા હતા.
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટીની મદદ લેવી પડી અને પછી તેઓ સરકાર બનાવી શક્યા હતા.
મોદીએ ‘ભટકતી આત્મા’ કહેતા શરદ પવારે કહ્યું કે આ સારું છે કેમ કે આત્મા શાશ્વત છે અને આ આત્યા તમારે પીછો નહીં છોડે. પવારે કહ્યું કે મોદીએ શિવસેના (યુબીટી)ને નકલી શિવસેના કહ્યા.
તેમણે પૂછ્યું કે શું વડાપ્રધાન પદ સંભાળનાર વ્યક્તિએ કોઈને ‘નકલી’ કહેવું જોઈએ. પાર્ટી અંગે પવારે કહ્યું કે તે લોકોનું સમર્થન મેળવવા માટે એક નવી અને કાર્યક્ષમ ટીમ બનાવશે.