ભારતીય શેરબજારના રોકાણકારો માટે આ સપ્તાહ કભી ખુશી કભી ગમ જેવું રહ્યું હતું. રોકાણકારોએ આ અઠવાડિયે તેમના રોકાણો ડૂબતા જોયા છે અને પછી તેમના નાણાંમાં જોરદાર વધારો પણ જોવા મળ્યો છે.
રોકાણકારોના નુકસાનની રિકવરી થઈ
4 જૂન 2024 ના રોજ લોકસભા ચૂંટણીની ગણતરીના દિવસે શાસક પક્ષ ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળવાને કારણે રોકાણકારોને 31 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. પરંતુ તે પછી આગામી ત્રણ ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં ઝડપી રિકવરીને કારણે રોકાણકારોએ જંગી નફો કર્યો અને ત્રણ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 28.66 લાખ કરોડનો વધારો થયો.
એક્ઝિટ પોલ પછી શેરબજાર સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું
એક્ઝિટ પોલના અંદાજોને કારણે 3જી જૂનને સોમવારે બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટી જીવનકાળની ટોચે પહોંચી ગયા હતા. માર્કેટ કેપ પણ પ્રથમ વખત રૂપિયા 426 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું હતું પરંતુ 4 જૂને ચૂંટણી પરિણામોમાં ભાજપને બહુમતી ન મળતાં બજારમાં ઘટાડાની સુનામી આવી હતી. તે દિવસે સેન્સેક્સ 4389 પોઇન્ટના ઘટાડા સાથે 72,079 પોઇન્ટ અને નિફ્ટી 1379 પોઇન્ટના ઘટાડા સાથે 21884 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.
ગુરૂવારથી ખાનગી શાળાઓ શરૂ કરવા સંચાલક મંડળ મકકમ
નરેન્દ્ર મોદી સરકારની હેટ્રિકનું ચિત્ર સ્પષ્ટ થયું
પરંતુ જ્યારે સાથી પક્ષોના સહયોગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં એનડીએ સરકાર બનવા જઈ રહી હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું ત્યારે બજારે શાનદાર વાપસી કરી હતી. અને છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 4614 પોઈન્ટ અને નિફ્ટીમાં 1400 પોઈન્ટનો વધારો થયો છે. શુક્રવારે સેન્સેક્સમાં 1618 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને નિફ્ટીએ માત્ર એક જ સેશનમાં 470 પોઈન્ટનો ઉછાળો જોયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ પણ રૂપિયા 394.83 લાખ કરોડથી વધીને રૂપિયા 423.49 લાખ કરોડ થયું છે. ત્રણ દિવસમાં ભારતીય શેરબજારનું મૂલ્યાંકન ફરી 5 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે.
ચાની શોધ કોણે કરી? જાણો તેનો ઇતિહાસ કેટલો જૂનો છે
હાલમાં, ભારતીય શેરબજારનું માર્કેટ કેપ હવે તેના જીવનકાળના ઉચ્ચતમ સ્તર કરતાં માત્ર રૂપિયા 2.50 લાખ કરોડ ઓછું છે. રવિવાર 9 જૂનના રોજ, નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લેશે અને તે જ દિવસે તેમની કેબિનેટના અન્ય સભ્યો પણ શપથ લેશે અને તે પછી પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવશે. તે પછી માનવામાં આવે છે કે બજારમાં આ ઉછાળો આગામી સપ્તાહમાં પણ ચાલુ રહી શકે છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk