Bigg boss OTT 3: સલમાનની તારીખો ન મળી, હવે અનિલ કપૂર હોસ્ટ કરશે બિગ બોસની નવી સિઝન

Bigg Boss OTT 3’બિગ બોસ ઓટીટી’ની સીઝન 3માં મોટો ફેરફાર થશે. આ શોની પહેલી સીઝન વૂટ પર શરૂ થઈ હતી. પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શક કરણ જોહરે આ શોને હોસ્ટ કર્યો હતો. આ શોની સીઝન 2 જિયો સિનેમા પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. અને જિયો સિનેમાએ આ શો માટે સલમાન ખાનને હોસ્ટ તરીકે સાઇન કર્યો હતો. હવે આ શોમાં અનિલ કપૂર જોડાઈ ગયા છે.

Bigg Boss OTT 3: नहीं मिली सलमान की डेट्स, अब अनिल कपूर होस्ट करेंगे बिग बॉस का नया सीजन

‘બિગ બોસ મરાઠી’ બાદ ‘બિગ બોસ ઓટીટી’ની સીઝન 3ને પણ નવો હોસ્ટ મળ્યો છે. આ વખતે સલમાન ખાન નહીં પણ ‘ઝટકા’ અનિલ કપૂર ‘બિગ બોસ ઓટીટી’ની નવી સીઝનને હોસ્ટ કરવા જઈ રહ્યા છે. પોતાના વ્યસ્ત ફિલ્મ શિડયુલના કારણે સલમાન માત્ર ટીવી પર બિગ બોસ હોસ્ટ કરવા ઉત્સુક છે. અને આ જ કારણ છે કે થોડા સમય પહેલા તેમણે જિયો સિનેમાની સામે સંજય દત્ત અને અનિલ કપૂરનું નામ સૂચવ્યું હતું. હવે અનિલ કપૂરે શોમાં જોડાવા માટે હા પાડી દીધી છે. ટૂંક સમયમાં જ તે ‘બિગ બોસ ઓટીટી’ની સીઝન ૩ નો પ્રોમો શૂટ કરવા જઈ રહ્યો છે.

દિલ્હીની સ્કૂલો સાથે બુડાપેસ્ટ કનેક્શનની ધમકી, પોલીસને મળ્યા મોટા પુરાવા!

અનિલ કપૂરે અગાઉ કલર્સ ટીવી માટે ’24’ સિરીઝ બનાવી હતી. આ સિરિઝમાં તેણે જયસિંહ રાઠોડનું પાત્ર ભજવ્યું હતું. તેણે ઘણી વખત મહેમાન તરીકે સલમાન ખાનના બિગ બોસમાં પણ હાજરી આપી હતી. પરંતુ હોસ્ટ તરીકે અનિલ કપૂરનો આ પહેલો રિયાલિટી શો હશે. ટૂંક સમયમાં કલર્સ ટીવી દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. પરંતુ હાલમાં તેણે ‘બિગ બોસ ઓટીટી ૩’ વિશે એક રસપ્રદ અપડેટ એક વીડિયો ક્લિપ સાથે ચાહકો સાથે શેર કરી છે.

મજૂરી કરતા પરીવારે માનવતા મહેકાવી, સ્વજના અંગોનું દાન કર્યું, ત્રણને નવજીવન મળશે

 

આ વખતે પૈસા ખર્ચવા પડશે

જિયો સિનેમાના ઓફિશિયલ હેન્ડલ પર શેર કરવામાં આવેલા ટીઝરના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, બિગ બોસની નવી સીઝન જોઈને તમે બધું ભૂલી જશો. આ વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે તમે તે ઝઘડા ભૂલી જશો, તમે તે લવ સ્ટોરીને ભૂલી જશો, તમે તે વાયરલ ક્ષણને ભૂલી જશો, તમે બિગ બોસ ઓટીટીની આગામી સીઝન જોઇને બાકી બધું ભૂલી જશો. કારણ કે આ સિઝન ખાસ, એકદમ ચોંકાવનારી હશે. અનિલ કપૂરની બિગ બોસ ઓટીટી જૂનથી શરૂ થવા જઈ રહી છે. પરંતુ આ વખતે આ શોને જોવા માટે ફેન્સે જિયો સિનેમાનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન ખરીદવું પડશે.

Leave a Comment

READ MORE

READ MORE