રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફરી એક વખત આઇપીએલ જીતવામાં નિષ્ફળ રહી છે. સતત 17મી સીઝનની આ નિષ્ફળતા બાદ તેના ફેન્સ નિરાશ થયા છે અને આ નિરાશાને વધારવાનું કામ અંબાતી રાયડૂએ કર્યું છે, જેણે જાહેરમાં એવી વસ્તુ બનાવી કે આરસીબીને ખૂબ જ ડંખશે.
પરાજય, પરાજય અને માત્ર પરાજય… છેલ્લા 17 વર્ષથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે આવું જ થઈ રહ્યું છે. આઇપીએલ 2024માં ચમત્કારિક અંદાજમાં પ્લેઓફમાં જગ્યા બનાવનાર આરસીબીને એલિમિનેટર મેચમાં રાજસ્થાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને આ સાથે જ તેમનું આઇપીએલ ચેમ્પિયન બનવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઇ ગયું હતું. આ હાર બાદ તેના કરોડો ફેન્સ અને આરસીબીના દરેક ખેલાડી ખૂબ નિરાશ થયા હતા, પરંતુ અંબાતી રાયડૂએ આ નિરાશાને ગુસ્સામાં ફેરવવાનું કામ કર્યું હતું. અંબાતી રાયડુએ જાહેરમાં આરસીબીની મજાક ઉડાવી હતી અને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટીમને ચીડવી હતી.
અંબાતી રાયડુએ શું કર્યું?
અંબાતી રાયડુએ સ્ટાર સ્પોર્ટ્સ પર કોમેન્ટ્રી કરતા આરસીબીને હાર બાદ જોરદાર ટ્રોલ કરી હતી. “તે માત્ર આક્રમકતા અને પ્લેઓફ જ નથી જે આઈપીએલ ટ્રોફી જીતે છે. જ્યારે તમે સારું પ્રદર્શન કરો છો ત્યારે તમે આઈપીએલ જીતો છો. એટલું જ નહીં અંબાતી રાયડૂએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી જે ઇશારામાં આરસીબીની મજાક ઉડાવવાની હતી. રાયડુએ જાડેજા અને રહાણેનો ફોટો શેયર કર્યો છે, જેમાં તે પાંચ તરફ ઈશારો કરી રહ્યો છે. તેમાં લખ્યું હતું. પાંચ વખતની ચેમ્પિયન યાદ અપાવી રહી છે…
આરસીબીના ફેન્સ થયા ટ્રોલ
આઈપીએલ 2024ની છેલ્લી મેચમાં જ્યારે આરસીબીએ ચેન્નઈને હરાવ્યું હતું, ત્યારે તે પછી ફેન્સે સીએસકેને ખૂબ ટ્રોલ કરી હતી. ચેન્નઈની હાર બાદ અંબાતી રાયડૂ રડી પડ્યો હતો. પરંતુ હવે જ્યારે આરસીબી બહાર થઈ ગઈ છે, ત્યારે રાયડુએ તેના ચાહકોના ઘા પર મીઠું ભભરાવ્યું છે. અંબાતી રાયડુ 6 વખત આઇપીએલ ટ્રોફી જીતી ચૂક્યો છે. તેણે મુંબઈ અને ચેન્નઈ સાથે મળીને કુલ 6 આઈપીએલ ટ્રોફી જીતી છે. બીજી તરફ, આરસીબી અત્યાર સુધી ક્યારેય આઈપીએલ જીતી શકી નથી. આ સિઝનમાં પણ તેને જીતની આશા હતી પરંતુ રાજસ્થાને તેને આગળ વધતા અટકાવ્યો હતો.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDkbRA