ચૂંટણી પરિણામ પહેલા સામાન્ય લોકો માટે મોટા સમાચાર આવી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ (સીબીઆઈસી)એ વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઇ શકે છે.
ચૂંટણી પરિણામ પહેલા સામાન્ય લોકો માટે મોટા સમાચાર આવી શકે છે. સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત કાચા તેલ પર વિન્ડફોલ ટેક્સ 8,400 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 5,700 રૂપિયા પ્રતિ ટન કરી દીધો છે. આ પહેલા સરકાર સતત વિન્ડફોલ ટેક્સમાં વધારો કરી રહી હતી. હવે તે સતત બીજી વખત ટેક્સમાં કાપ મૂકી રહ્યો છે. આ ટેક્સ સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી (એસએઈડી)ના રૂપમાં લગાવવામાં આવે છે.
ડીઝલ, પેટ્રોલ અને જેટ ફ્યુઅલ અથવા એટીએફની નિકાસ પર એસએઇડી ‘શૂન્ય’ પર જાળવી રાખવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ (સીબીઆઈસી)એ એક આદેશમાં કહ્યું છે કે નવા દર 16 મેથી લાગુ થઈ રહ્યા છે. 16 મે સુધી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ડીઝલ 75.62 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.
1 મેના રોજ છેલ્લી વખત ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો
જણાવી દઈએ કે 1 મેના રોજ પહેલી વાર સતત ટેક્સ વધાર્યા બાદ સરકારે કાચા તેલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. તે સમીક્ષામાં વિન્ડફોલ ટેક્સ ટન દીઠ રૂ.૯,૬૦૦થી ઘટાડીને રૂ.૮,૪૦૦ પ્રતિ ટન કરવામાં આવ્યો હતો. અગાઉ વિન્ડફોલ ટેક્સમાં સતત વધારો કરવામાં આવી રહ્યો હતો. એક મહિના અગાઉ 16 એપ્રિલની સમીક્ષામાં વિન્ડફોલ ટેક્સ ટન દીઠ રૂ.6,800થી વધારીને રૂ.9,600 પ્રતિ ટન કરવામાં આવ્યો હતો, જ્યારે આ નાણાકીય વર્ષની પ્રથમ સમીક્ષામાં તેને ટનદીઠ રૂ.4,900થી વધારીને રૂ.6,800 કરવામાં આવ્યો હતો.
વાંચો: પુતિન ચીન સાથે શું કરવા જઈ રહ્યા છે? જિનપિંગને મળ્યા બાદ કહી મોટી વાત
2022માં પહેલી વખત આ ટેક્સ લાદવામાં આવ્યો હતો
ભારતે સૌ પ્રથમ ૧ જુલાઈ ૨૦૨૨ ના રોજ વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો અને તે દેશોમાં જોડાયો હતો જે ઉર્જા કંપનીઓના નફા પર કર લગાવે છે. એ જ રીતે ડીઝલ, પેટ્રોલ અને ઉડ્ડયન બળતણની નિકાસ પર પણ ડયૂટી લાદવામાં આવી હતી. ઘણી ખાનગી રિફાઈનર કંપનીઓ વધુ નફો મેળવવા માટે સ્થાનિક બજારમાં વેચવાને બદલે ડીઝલ, પેટ્રોલ અને એટીએફની નિકાસ કરી રહી હતી. વિન્ડફોલ ટેક્સ પણ નિકાસ પરનો એક પ્રકારનો કર છે. સરકાર દર પખવાડિયે તેની સમીક્ષા કરે છે અને આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર તેમાં વધારો કે ઘટાડો કરવાનો નિર્ણય કરે છે.