September 20, 2024 11:25 am

Ahmedabad girl finds difficult make unknown friend

અમદાવાદ : આજકાલ યુવક અને યુવતીઓમાં અજાણ્યા મિત્રો બનાવવા અને તેમની સાથે વાતો કરવું સામાન્ય બની ગયું છે. પરંતુ ઘણી વાર અજાણી મિત્રતા ભારે પડતી હોય છે. એક બનાવ સાબરમતી વિસ્તારમાં રહેતી યુવતીને અજાણ્યા યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી છે. આરોપી યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવક પરિણીત હોવાની જાણ થતાં યુવતીને અગાઉની પત્ની સાથે છુટાછેડા લઇને તેની સાથે લગ્ન કરવા માટેની ખાતરી આપી હતી પરંતુ યુવકે અંતે લગ્ન ના કરીને યુવતીને તરછોડી દેતા યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

બનાવની વિગતો જોઈએ તો, ફરીયાદી યુવતી ગત વર્ષે એવોર્ડ શો માં ભાગ લેવા માટે ગોવા ગઇ હતી. જ્યાં તેને એક યુવક સાથે સંપર્ક થયો હતો. બંન્ને એક બીજાના પરિચયમાં આવ્યા બાદ ઇવેન્ટના કામ માટે મોબાઇલ નંબરની આપ લે કરી હતી. ત્યારબાદ ઇવેન્ટના કામથી ફોન પર બંન્ને વચ્ચે વાતચીત થતી હતી. એક દિવસ યુવક યુવતીના ઘરે આવી પહોચ્યો હતો અને એકલતાન લાભ લઇને તેની સાથે જબરજસ્તી કરવા લાગ્યો હતો.

આ પણ વાંચો:
ગુજરાતમાં ભરઉનાળે ગાજવીજ સાથે આવશે વરસાદ
 

યુવતીએ આ રીતે તેણે ખોટુ કર્યું હોવાનું કહેતા જ તેણે કહ્યું હતું કે હું તને બહું જ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગું છું. બાદમાં આ યુવક પરિણીત હોવાની જાણ યુવતીને થઇ હતી. જેથી યુવકએ આ અંગે વાતચીત કરવા માટે તેને ઉદયપુર બોલાવી હતી. જ્યાં તેની પ્રથમ પત્નીને છુટાછેડા આપીને લગ્ન કરવા માટેની લાલચ આપીને હોટલમાં પણ તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પણ આરોપી યુવક અવાર નવાર યુવતીના ઘરે આવીને રોકાતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

યુવતીના જન્મદિવસે તેના મિત્રોએ તેને વીશ કર્યું હતું. જે બાબતની જાણ આરોપી યુવકને થતાં જ તેણે યુવતીના ઘરે આવીને ઝઘડો કર્યો હતો અને મારા સીવાય બીજુ કોઇ તારા જન્મ દિવસની વિશ કરવું જોઇએ નહીં તેવું કહીને બીભત્સ ગાળો બોલી યુવતીને બે ત્રણ લાફા મારી દીધા હતાં. યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આરોપી યુવકના પત્નીને બંન્નેના સંબંધ વિશેની જાણ થતાં યુવકએ યુવતીને ફોન કરીને રીલેશન પુરા થઇ ગયા હોવાનું કહીને ફોન નંબર બ્લેક લીસ્ટમાં નાંખી દેવા કહ્યું હતું.

આ પણ વાંચો:
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીના કેસમાં ખુલ્યું પાકિસ્તાની કનેક્શન

આ અંગે યુવતીએ પોલીસ ફરીયાદ કરવાનું કહેતા આરોપી તેને મળવા માટે આવ્યો હતો અને તેની માતા સાથે પણ વાતચીત કરાવીને બધું સારુ કરીશું તેવું આશ્વાસન આપ્યું હતું પરંતુ બાદમાં લગ્ન કરવાની ના પાડીને જે કરવું હોય તે કર તેવી ધમકી આપતા અંતે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આ બાબતે ફરીયાદ દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Ahmedabad girls finds it difficult to make friends with an unknown young man as

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE