મજૂરી કરતા પરીવારે માનવતા મહેકાવી, સ્વજના અંગોનું દાન કર્યું, ત્રણને નવજીવન મળશે

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સરવાણી વહી રહી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 152મું અંગદાન થયું છે. જેમાં એક લીવર અને બે કિડનીનું દાન મળ્યું છે.

અમદાવાદ દરિયાપુરના રહેવાસી 60 વર્ષીય ખોડીદાસ રામજીભાઇ મેંણાને દરિયાપુર ઘર પાસે જ રોડ ક્રોસ કરતા કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં તારીખ 05/05/2024 ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 08-05-2024 ના રોજ તબીબોએ ખોડીદાસભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

News18

ખોડીદાસભાઈના પરીવારમાં ભાઈઓ સીવાય કોઈ ન હોવાથી તેઓ નાનાભાઇ મહેન્દ્રભાઈ સાથે રહેતા હતા. બંને ભાઈ છુટક મજૂરી કરી એકબીજાના સહારે રોજેરોજનું કમાઈ પોતાનું ગુજરાન ચલાવતા હતા. અચાનક આવી પડેલ આવી દુઃખની ઘડીમાં પણ જ્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે મહેન્દ્રભાઇને ખોડીદાસભાઈના બ્રેઇનડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવ્યું હતું.

તેમજ બીજા ભાઇઓ સાથે વાત કરતા ત્રણે ભાઇઓએ સાથે મળી ખોડીદાસભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. ખોડીદાસભાઈના અંગદાન થકી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું હતું. જેને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

News18

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી એ આ ક્ષણે જણાવ્યું હતું કે ખોડીદાસભાઈના અંગદાનથી કિડની તેમજ લીવર ફેઇલ્યોરથી પીડાતા અને મૃત્યુની રાહ જોતા ત્રણ દર્દીઓને આ અંગો મળતા તેમની અંગો મળવાની પ્રતિક્ષા પૂરી થશે અને તેમને નવું જીવન મળશે. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 152 અંગદાતાઓ થકી કુલ 490 અંગોનું દાન મળેલ છે. જેના થકી 474 વ્યકિતઓને જીવનદાન મળ્યું છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Leave a Comment

READ MORE

READ MORE