4 વખત ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર ઇટાલીની ટીમ આ વખતે પણ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરી શકી નથી. આવું પહેલીવાર નથી બન્યું, પરંતુ ટીમે સતત ત્રીજી વખત ચાહકોને નિરાશ કર્યા છે. વર્ષ 2026માં યોજાનારા ફિફા વર્લ્ડ કપ માટેના યુરોપિયન પ્લેઓફમાં ઇટાલીની ટીમનો બોસ્નિયા અને હર્ઝેગોવિના સામે પરાજય થયો હતો. આ મેચ પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચી હતી.જ્યાં ઇટાલીની ટીમ 4-1 થી હારી ગઈ હતી અને વર્લ્ડ કપ રમવાનું સપનું ફરી એકવાર ચકચૂર થઈ ગયું હતું.ઉલ્લેખનીય છે કે, ઇટાલીએ છેલ્લે વર્ષ 2014માં ફિફા વર્લ્ડ કપ રમ્યો હતો.
ઇટાલી ક્યારે ક્યારે વર્લ્ડ કપ જીત્યું છે?
ઇટાલીની ટીમ અત્યાર સુધીમાં 4 વખત ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે. ટીમે છેલ્લે વર્ષ 2006માં વર્લ્ડ કપ જીત્યો હતો.ત્યારપછી ટીમના પ્રદર્શનમાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને હવે ટીમ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થવા માટે પણ સંઘર્ષ કરી રહી છે.
• વર્ષ 2010: ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.
• વર્ષ 2014: ટીમનું પ્રદર્શન નબળું રહ્યું હતું.
• ખિતાબની સફર: ઇટાલીએ તેનો પહેલો વર્લ્ડ કપ ખિતાબ વર્ષ 1934માં જીત્યો હતો. આ પછી વર્ષ 1938 અને 1982માં પણ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ટ્રોફી પોતાના નામે કરી હતી.
પેનલ્ટી શૂટઆઉટમાં બોસ્નિયા અને હર્ઝેગોવિના સામે હાર
પ્લેઓફની ફાઈનલ મેચમાં ઇટાલીને પેનલ્ટી શૂટઆઉટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઇટાલીએ પ્રથમ ગોલ કરીને શરૂઆત કરી હતી.ટીમ માટે 15મી મિનિટે મોઇસે કીને શાનદાર ગોલ કર્યો હતો. ઇટાલીની ટીમ મેચની 78મી મિનિટ સુધી આગળ હતી. પરંતુ 79મી મિનિટે બોસ્નિયા અને હર્ઝેગોવિનાના હેરિસ તબાકોવિકે ગોલ કરીને સ્કોર સરભર કર્યો હતો.
નિર્ધારિત સમય પૂરો થવા સુધી કોઈ ટીમ બીજો ગોલ કરી શકી નહોતી. જેના કારણે મેચ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચી હતી.શૂટઆઉટમાં ઇટાલીની ટીમ 4-1 થી હારી ગઈ હતી. બોસ્નિયાની ટીમ માટે આ ક્ષણ ખૂબ જ ખાસ રહી કારણ કે ટીમે 12 વર્ષની લાંબી રાહ જોયા બાદ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે.બોસ્નિયાએ અગાઉ વર્ષ 2014માં વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું હતું.
Post Views: 0











