NDAના 400ને પાર કરવાના લક્ષ્યનો અર્થ કોઈને ખતમ કરવાનો નથી, પરંતુ પાર્ટીને આગળ લઈ જવાનો છેઃ અમિત શાહ

 ભાજપના 400 પાસના નારા સાથે કાશ્મીરમાં ઉમેદવારો ઉભા ન કરવા જેવા અનેક સવાલોના જવાબ આપ્યા છે. શાહે જણાવ્યું કે, ભાજપના 400ને પારના નારા પાછળનું કારણ શું છે.

NDAના 400ને પાર કરવાના લક્ષ્યનો અર્થ કોઈને ખતમ કરવાનો નથી, પરંતુ પાર્ટીને આગળ લઈ જવાનો છેઃ અમિત શાહ

લોકસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કામાં મતદાન પહેલા કેન્દ્રિય પ્રધાન અમિત શાહે TV9 ભારતવર્ષની સાથે Exclusive વાતચીત કરી છે. આ દરમિયાન અમિત શાહે ભાજપ-એનડીએના 400 પારના નાર વિશે પણ વાત કરી છે અને આની પાછળ શું ઉદ્દેશ્ય છે. આના વિશે ખુલીને વાત કરી છે. આ સાથે તેમણે એ પણ દાવો કર્યો છે કે, ભાજપ દિલ્હીની સાતમાંથી સાત સીટ જીતી રહી છે.

દુનિયાના 60 થી વધુ દેશો આજે પણ છે ગુલામ

કેન્દ્રિય મંત્રીએ અમે પાંચમા તબક્કાની ચૂંટણી માટે ભાજપે અમે સરકાર બનાવવાની પ્રકિયા પુરી કરી ચુક્યા છે. પાંચમાં તબક્કાની ચૂંટણીમાં ભાજપ અને એનડીએ 310 સીટ પાર કરી લીધી છે. છઠ્ઠા તબક્કા અને સાતમાં તબક્કાને સાથે મળી નિશ્ચિત રુપથી 400 પાર કરીશું.

400 પારના નારા પર શું બોલ્યા શાહ?

400 પારના નારાના સવાલ પર કેન્દ્રિય ગૃહમંત્રીએ કહ્યું કે, આ નારો નથી, દેશે 30 વર્ષ સુધી અસ્થિર સરકારના કારણે અનેક સમસ્યાનો સામનો કર્યો છે. આ 30 વર્ષ દેશના સૌથી ખરાબ હતા. ત્યારબાદ પણ અટલ જીએ ખુબ સારી રીતે કામ કર્યું પરંતુ યુપીએ સરકાર આવી તો 10 વર્ષ સુધી તેમાં ભારત દુનિયાની રેસમાં ખુબ પાછળ ચાલી રહ્યું હતુ.

400ને પાર મતલબ કોઈને પૂર્ણ કરવાનો નથી

વિપક્ષના આરોપનો જવાબ આપતા કેન્દ્રિય ગૃહમંત્રીએ કહ્યું કે, કોઈ પણ પાર્ટી કોઈ પણ ગઠબંધન પોતાના લક્ષ્ય નીચે રાખે કે ઉપર, એક જમાનામાં કોંગ્રેસે પણ 400 પાર કર્યું હતુ પરંતુ ભાજપ પાસે કોઈને ખતમ કરવાની માનસિકતા નથી. અમે આગળ વધવા માંગીએ છીએ, આનો મતલબ કોઈને ખતમ કરવાનો નથી.

પીઓકેને મુદ્દો બનાવવા પર શું બોલ્યા અમિત શાહ?

પીઓકેના એજન્ડા બનાવવાના સવાલ પર શાહે કહ્યું કે, ભારતની દરેક સરકારનો આ એજન્ડા હોવો જોઈએ, એટલા માટે કારણ કે, પીઓકે દેશનો ભાગ છે. આપણા દેશની સંસદનું આ કમિન્ટમેન્ટ છે. ભાજપનું તો આ પાક્કું કમિટમેન્ટ છે કે, પીઓકે ભારતનો ભાગ છે

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDkbRA

Leave a Comment

READ MORE

READ MORE