માર્ક ઝુકરબર્ગ વિશે ચોંકાવનારા સમાચાર: કંપની ચલાવવામાં મદદ કરશે પર્સનલ AI એજન્ટ

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.આ સમાચાર દર્શાવે છે કે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ની પહોંચ માત્ર કર્મચારી સ્તર સુધી જ મર્યાદિત નથી. પરંતુ હવે તે ટોપ મેનેજમેન્ટ સુધી પહોંચી રહી છે.માર્ક ઝુકરબર્ગ એક ખાસ પર્સનલ AI એજન્ટ વિકસાવી રહ્યા છે. જે તેમને કંપનીના સંચાલનમાં મદદ કરશે.આ AI એજન્ટ ખાસ કરીને માત્ર ઝુકરબર્ગ માટે જ કામ કરશે.

આ પર્સનલ બોટ દ્વારા કંપનીના મોટા કાર્યોમાં AIનો સીધો હસ્તક્ષેપ વધશે.ઝુકરબર્ગ હવે ઘણા મહત્વના કામો માટે મોટી ટીમો પર નિર્ભર રહેવાને બદલે આ AI એજન્ટ પર વિશ્વાસ રાખશે.

જવાબદારીઓ વહેંચવા માટે AI પર ભરોસો માર્ક ઝુકરબર્ગ નવી ટેકનોલોજી અપનાવવામાં હંમેશા મોખરે રહ્યા છે. અત્યારે જ્યારે AI નો ક્રેઝ ચરમસીમાએ છે. ત્યારે ઝુકરબર્ગ પોતાની જવાબદારીઓ હળવી કરવા માટે AI પર ભરોસો મૂકી રહ્યા છે.આ એજન્ટ કંપનીના ડિજિટલ ચીફ ઓફ સ્ટાફ તરીકે કાર્ય કરશે.જે કંપની અને ઝુકરબર્ગ વચ્ચેના સંવાદ (Communication) ને મજબૂત બનાવશે અને નિર્ણય લેવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવશે.

AI એજન્ટની કાર્યપદ્ધતિ શું હશે? આ AI એજન્ટ હાલમાં ડેવલપિંગ અને ટ્રેનિંગના તબક્કામાં છે. જ્યારે તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે, ત્યારે તે સીઈઓ માટે કંપનીની તમામ માહિતી મેળવવી સરળ બનાવી દેશે.તે ડેટા એનાલિસિસ અને ટ્રેન્ડ્સનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ ઉકેલો સૂચવશે. જે ઝુકરબર્ગને સચોટ નિર્ણયો લેવામાં મદદ કરશે. લાંબી મીટિંગ્સ અને અનેક ટીમો સાથેના સંકલનને બદલે, આ AI એજન્ટની મદદથી મેટા સીઈઓ કંપનીના નિર્ણયોનો ઝડપથી અમલ કરી શકશે.

મેટાવર્સના અનુભવ બાદ હવે AI પર ફોકસ માર્ક ઝુકરબર્ગે વિશ્વના સૌથી યુવાન અબજોપતિઓમાં સ્થાન મેળવ્યું છે અને તેમણે AI નો ઉપયોગ ઘણો વહેલો શરૂ કરી દીધો હતો.જોકે, તેમના ‘મેટાવર્સ’ વિઝન પાછળ આશરે 80 અબજ ડોલરનો ખર્ચ કર્યા પછી પણ ધાર્યું પરિણામ મળ્યું નહોતું. જેના કારણે તેમણે તે પ્રોજેક્ટ પર ધ્યાન ઓછું કરીને હવે સંપૂર્ણપણે AI પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Leave a Comment

READ MORE

READ MORE