બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર-2’ પર પ્રતિબંધનું સંકટ? મદ્રાસ હાઈકોર્ટમાં ફિલ્મ રોકવા કેમ થઈ અરજી?

ફિલ્મી દુનિયામાં ધૂમ મચાવી રહેલી રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ ધુરંધર-2′ હવે વિવાદોના વમળમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી રાજકીય ચર્ચાઓ બાદ હવે આ મામલો કોર્ટના ઉંબરે પહોંચ્યો છે. મદ્રાસ હાઈકોર્ટમાં એક મહિલા વકીલે તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

શું છે સમગ્ર વિવાદ?

ગત 19 માર્ચે રિલીઝ થયેલી ‘ધુરંધર-2’ બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. પરંતુ તેની પટકથાને લઈને બે ફાંટા પડી ગયા છે. એક વર્ગ આ ફિલ્મને ભરપૂર પસંદ કરી રહ્યો છે.જ્યારે બીજો વર્ગ આ ફિલ્મને ‘સરકારી સ્ક્રિપ્ટ’ અને રાજકીય પ્રોપેગેન્ડા ગણાવી રહ્યો છે.

કોર્ટમાં રજૂઆત અને ચૂંટણી સંદર્ભ

મદ્રાસ હાઈકોર્ટમાં આ મામલે થયેલી રજૂઆત દરમિયાન મહિલા વકીલ શીલાએ મુખ્ય ન્યાયાધીશ એસ. એ.ધર્માધિકારી અને જસ્ટિસ જી. અરુલ મુરુગન સમક્ષ મૌખિક રીતે પક્ષ રજૂ કર્યો હતો. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે આગામી ૨૩ એપ્રિલે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને ફિલ્મમાં રહેલો ઘેરો રાજકીય રંગ મતદારોની માનસિકતાને પ્રભાવિત કરી શકે છે. વકીલની આ દલીલો સાંભળ્યા બાદ, હાઈકોર્ટે તેમને આ મામલે વિધિવત રીતે પિટિશન (અરજી) દાખલ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, વિધિવત અરજી થયા બાદ જ આ વિષય પર આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE