અમેરિકાના ન્યૂ મેક્સિકો એરફોર્સ બેઝ પર અંધાધૂંધ ફાયરિંગ: એકનું મોત, અન્ય એક ઇજાગ્રસ્ત

અમેરિકાના ન્યૂ મેક્સિકો સ્થિત એરફોર્સ બેઝ પર ગોળીબારની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે..આ હુમલામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આલમોગોર્ડો પાસે આવેલા હોલોમેન એરફોર્સ બેઝ પર મંગળવારે સાંજે આશરે 5:30 કલાકે ‘એક્ટિવ શૂટર’ હોવાની માહિતી મળતા જ સમગ્ર સૈન્ય બેઝમાં ફફડાટ વ્યાપી ગયો હતો…સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આખા બેઝને લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું.

સુરક્ષા એજન્સીઓ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ લશ્કરી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને બેઝને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે. લોકડાઉન હટાવી લેવાયું છે અને ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. જોકે, હજુ સુધી મૃતક કે ઇજાગ્રસ્તની ઓળખ જાહેર કરવામાં આવી નથી અને હુમલા પાછળનું કારણ પણ અકબંધ છે.

શું છે હોલોમેન એરફોર્સ બેઝનું મહત્વ?

  • વિશાળ વિસ્તાર: આ એરફોર્સ બેઝ આશરે 93 ચોરસ માઈલ (240 ચોરસ કિલોમીટર)માં ફેલાયેલું અત્યંત મહત્વનું સૈન્ય મથક છે.

  • 49મી વિંગ: અહીં અમેરિકાની શક્તિશાળી 49મી વિંગ તૈનાત છે, જે દેશની સુરક્ષા અને યુદ્ધ પ્રણાલીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

  • તાલીમબદ્ધ સૈનિકો: આ બેઝ પર હજારો યુદ્ધ-સજ્જ સૈનિકો અને ટેકનિકલ સ્ટાફ કાર્યરત હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE