TRP game zone: આવી બેરહેમી માટે શું ઈશ્વર જવાબદાર છે કે તંત્ર?

રાજકોટ ખાતે ગેમઝોનમાં ગયેલ ઉપલેટા શહેરના 22 વર્ષીય સ્મિત વાળાના પરિવારને ઓળખ વિધિ બાદ તેમનો દીકરો મળતા રાજકોટ ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

રાજકોટ: ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે અનેક લોકોના પરિવારના સભ્યો લાપતા હોવાની હજી પણ માહિતીઓ સામે આવેલી છે ત્યારે આગની આ ઘટનામાં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના 22 વર્ષીય સ્મિત વાળા નામનો વ્યક્તિ આ ગેમ ઝોનમાં ગયા બાદ ગાયબ થયો હોવાની માહિતી સામે આવી હતી ત્યારે તેમનો પરિવાર આ પુત્રને શોધવા માટે અને જગ્યા ઉપર શોધખોળના તપાસ હાથ ધરી હતી પરંતુ તેમનો પુત્ર ક્યાંય નહીં મળતા તેમને આ મામલે દરેક હોસ્પિટલની અંદર પણ શોધખોળ શરૂ કરી હતી અને અંતે તેમને ત્યાં પણ તેમના પુત્ર નહીં મળતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતેના મૃતદેહોની અંદર તેમને ડી.એન.એ. સેમ્પલ આપ્યું હતું અને તેમનું સેમ્પલ મેચ તથા તેમની ડેટ બોડીને સોંપવામાં આવી છે.

આ પણ વાંચોઃ તમારો પગાર 25,000 છે તો થોડા સમયમાં 1 કરોડ રૂપિયા કેવી રીતે ભેગા થશે, જાણો સ્માર્ટ રીત

રાજકોટમાં લાગેલી આગની ઘટના બાદ તેમના પરિવારના સભ્યો દ્વારા મૃતક સ્મિત વાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો કોઈપણ પ્રકારે સંપર્ક થયો નહોતો જેના કારણે પરિવાર વ્યાકુળ બનતા રાજકોટની દરેક હોસ્પિટલની અંદર મૃતક યુવકના ભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી કારણ કે તેમના પરિવારની અંદર આશાનું એક કિરણ જીવી રહ્યું હતું કે તેમનો પુત્ર કદાચ સહી સલામત હશે અથવા તો કોઈ અન્ય હોસ્પિટલની અંદર સારવાર હેઠળ હશે તેવી આશાઓને અપેક્ષાઓ સાથે મૃતક સ્મિત વાળાના પરિવારના સભ્યો અન્ય તમામ હોસ્પિટલની અંદર દર્દીઓની સાર સંભાળ અને ખેર ખબર લેવા ગયા હતા જ્યાં તેમનો પુત્ર મળ્યો નહોતો ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડી.એન.એ. સેમ્પલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યાં તેમના પરિવારના સભ્યોનો ડી.એન.એ. મેચ થતા તેમને ડેડ બોડી સોંપવામાં આવી હતી અને રાજકોટ ખાતે જ તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારે ઉપલેટાના પરિવારના 22 વર્ષીય પુત્રનું અવસાન થતાં પરિવાર ગમગીન બની ગયું હોવાનું સામે આવ્યું છે અને જવાબદારો સામે કડક અને ન્યાયિક કાર્યવાહી કરી તમામને સજા આપવામાં આવે તેવી પણ માંગ પરિવાર દ્વારા કરવામાં આવી હતી.

અહેવાલ :- ઇમરાન સરવદી

ઉપલેટા:——-

આ પણ વાંચોઃ- રિલાયન્સ રિટેલ જિયો ફાઇનાન્શિયલ સાથે 36,000 કરોડ રૂપિયાની ડીલ કરશે

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk

Leave a Comment

READ MORE

READ MORE