September 20, 2024 6:16 pm

ઘાસ કાપવા નહીં કરવી પડે મહેનત, વિદ્યાર્થીઓએ બનાવ્યું આવું મશીન

અમદાવાદ: આજના સ્ટુડન્ટ પોતાની આસપાસ અથવા કોઈ ઈન્ડસ્ટ્રીયલ કે પછી એગ્રીકલ્ચરને લગતી સમસ્યાનું નિવારણ કરતા વિવિધ પ્રોજેક્ટ તૈયાર કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં આવેલી નિરમા યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિપાર્ટમેન્ટના પ્રો. સંદીપ મહેતાના માર્ગદર્શન હેઠળ બે સ્ટુડન્ટે ગાર્ડનમાં ઘાસ કટિંગ કરવા, પાણી છાંટવા વગેરે જેવા કામ સરળતાથી કરી શકાય તે માટે ખાસ એક્વા ગાર્ડનર રોબોટ બનાવ્યો છે.

એક્વા ગાર્ડનર રોબોટ શું છે?

આ એક્વા ગાર્ડનર રૉબોટ આધુનિક રોબોટિક્સમાં નેવિગેશન અને ગ્રાસ ટ્રિમિંગ માટે અદ્યતન ઇમેજ પ્રોસેસિંગ ટેકનોલોજીથી સજ્જ છે. જે અવરોધ શોધવા માટે અલ્ટ્રાસોનિક સેન્સર દ્વારા કાર્ય કરે છે.  જ્યારે રોબોટને હલન-ચલન કરવા માટે 350 W ની બે મોટર અને કટિંગ બ્લેડ માટે 3200 rpm PMDC ની એક મોટર લગાવવામાં આવી છે.

News18

આ રોબોટ 25 કિગ્રા બેઝ અને 50 કિગ્રા સુધી વધારાના વજન સાથે વહન પણ કરી શકે છે. તેમજ ગાર્ડનમાં પાણી છાંટવા માટે ટપક સિંચાઈ સિસ્ટમ પણ સંકલિત કરવામાં આવી છે. આ સાથે બિનજરૂરી ઊર્જાના વપરાશને ટાળવા માટે ઇમેજ પ્રોસેસિંગ સિસ્ટમ તથા જમીનના કોમ્પેક્શન અને ગ્રાસ રૂટ સિસ્ટમને થતું નુકસાન અટકાવવા ટ્રેક્સ અને બ્લેડ મિકેનિઝમ જોડવામાં આવી છે.

News18

આ રોબોટ બનાવવા દરેક સોફ્ટવેર અને હાર્ડવેરની વસ્તુઓ જાતે તૈયાર કરી

એક્વા ગાર્ડનર રોબોટ વિશે શાશ્વત શાહે જણાવ્યું હતું કે, અમારે અભ્યાસના ભાગ રૂપે એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો હોવાથી અમે નક્કી કર્યું કે અમે એવી કોઈ ડિવાઇસ બનાવીએ જે દરેક લોકોને કોઈને કોઈ રીતે મદદમાં આવી શકે. ત્યારે અમે અમારી યુનિવર્સિટીમાં ગ્રાઉન્ડ સફાઈ કામદારને ગ્રાઉન્ડ સાફ કરતા જોયા. જેમાં અમે તેમને ગ્રાઉન્ડમાં ઘાસ કટિંગ કરતી વખતે પડતી મુશ્કેલીઓ જોઈ અને તેના વિશે તેમની સાથે ચર્ચા કરી.

News18

જેમાં તેમણે ઘાસનું કટિંગ, ગ્રાઉન્ડ લેવલને કારણે મશીનમાં થતી ખરાબી, કટિંગ વેસ્ટ કલેક્શન જેવી સમસ્યા વિશે વાત કરી. ત્યારે આ બધી સમસ્યાનું એક સાથે નિવારણ લાવવા માટે અમે એક્વા ગાર્ડનર રોબોટ બનાવવાનું નક્કી કર્યું. આ રોબોટ બનાવવા માટે અમે દરેક સોફ્ટવેર અને હાર્ડવેર જેવી તમામ વસ્તુઓ જાતે તૈયાર કરી છે. આ સાથે અમે ઇમેજ પ્રોસેસિંગ બેઝ પર કેમેરાની સાથે સેન્સર પણ મૂક્યું. જે AI ની મદદથી એક્વા ગાર્ડનર રોબોટને ગ્રાસ આઈડેન્ટિફાય કરીને તે આગળ-પાછળ મૂવમેન્ટ કરવામાં મદદ કરે છે.

તેમજ જો કોઈ હ્યુમન ઓબ્જેક્ટ અથવા અન્ય કોઈ વસ્તુ વચ્ચે આવે તો તે જાતે જ પોતાની ડિરેક્શન બદલી નાખે છે. હાલમાં જે ઓટોમેટિક કટર આવ્યા છે તે માત્ર સમતલ સપાટી પર જ સારી રીતે વર્કિંગ કરી શકે છે. જો ઢાળવાળી જગ્યાએ અથવા ખાડાવાળી જગ્યાએ કટર મશીન ચાલે તો બ્લેડ તૂટી જતી હોય છે. જ્યારે અમે બનાવેલા એક્વા ગાર્ડનર રોબોટની ડિઝાઇન એવી રીતે તૈયાર કરી છે કે જો ઢાળવાળી જગ્યા કે કોઈ ખાડો આવે તો કટિંગ બ્લેડ ને કોઇ જ નુકસાન થતું નથી. વધુમાં તે સરળતાથી કામ કરી શકે છે.

રોબોટ બનાવવા માટે કુલ 52 હજાર જેટલો ખર્ચ થયો

જ્યારે ઊર્જા શાહ સાથે વાત કરતા જણાવ્યું કે આ રૉબોટ એ GPS આધારિત પણ કાર્ય કરે છે. આ સાથે પ્રોસેસિંગ અને નિર્ણય લેવા માટે રાસ્પબેરી Pi 4B, ઇન્ટરફેસિંગ અને મોટર કંટ્રોલ માટે આરડુનો મેગા કંટ્રોલ સિસ્ટમ પણ જોડવામાં આવી છે. તેમજ તાત્કાલિક પર્યાવરણીય ફેરફારો અને અવરોધ શોધવા માટે 4-વે અલ્ટ્રાસોનિક સેન્સર પણ લગાવવામાં આવેલ છે. તેમજ આ રોબોટ બનાવવા માટે કુલ 52 હજાર જેટલો ખર્ચ થયો છે.

પ્રો. સંદિપ મહેતા જણાવે છે કે, એક્વા ગાર્ડનર રોબોટ એ આધુનિક ઇમેજ પ્રોસેસિંગ (IP) ટેક્નોલોજી અને અલ્ટ્રાસોનિક સેન્સર્સના સમાવિષ્ટ સાથે સમકાલીન ગ્રાસ કટિંગ મશીનોથી અલગ છે. જે સુરક્ષિત નેવિગેશન માટે આસપાસના ચોક્કસ પૃથ્થકરણ અને રીઅલ ટાઇમ અવરોધ શોધને સક્ષમ કરે છે. તથા ઢોળાવ પર સીધા ચઢવાની તેની અનન્ય ક્ષમતા તેને 3D પ્રિન્ટેડ કેટરપિલર વ્હીલ સિસ્ટમનો ઉપયોગ કરીને અલગ પાડે છે.

હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. એચ. કે. પટેલે જણાવ્યું હતું કે આ ITNU આઇડિયા લેબ અંતર્ગત ઓટોમેટિક એક્વા ગાર્ડનર મશીન બનાવવામાં આવ્યું છે. જેનો વિચાર પર્યાવરણને અનુકૂળ બાગકામના ઉકેલોની જરૂરિયાતને અવલોકન કરવાથી ઉદ્દભવ્યો હતો. આ માટે સંસ્થા દ્વારા પૂરતું ફંડિંગ પણ કરવામાં આવ્યું છે. તેમજ આ રોબોટે શ્રેષ્ઠ આઇડિયા એવોર્ડ પણ જીત્યો છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ
p22.parth@gmail.com
પર સંપર્ક કરો.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE