ડ્રગ્સ વિરુદ્ધ અમેરિકાનું રૌદ્ર સ્વરૂપ: મધદરિયે જહાજ પર હુમલો કરી 3ને ઉડાવ્યા, હૃદયના ધબકારા વધારી દે તેવો વીડિયો.

અમેરિકી સૈન્યએ કેરેબિયનમાં ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા એક જહાજને નિશાન બનાવ્યું…આ હુમલામાં ત્રણ દાણચોરો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે..આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.યુએસ સૈન્યએ જણાવ્યું હતું કે તેણે કેરેબિયનમાં ડ્રગ્સની હેરાફેરીનો આરોપ લગાવતા જહાજ પર ઘાતક હુમલો કર્યો હતો. યુએસ સધર્ન કમાન્ડે સોશિયલ મીડિયા પર હુમલાનો એક વીડિયો પણ શેર કર્યો હતો.જેમાં સ્પષ્ટપણે એક જ હુમલામાં આખા જહાજનો વિનાશ દર્શાવવામાં આવ્યો હતો.

વીડિયો શેર કરવામાં આવ્યો

હુમલાના વીડિયો શેર કરતા, યુએસ સધર્ન કમાન્ડે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે 13 ફેબ્રુઆરીના રોજ, કમાન્ડર જનરલ ફ્રાન્સિસ એલ. ડોનોવનના નિર્દેશનમાં, જોઈન્ટ ટાસ્ક ફોર્સ સધર્ન સ્પીયરે નિયુક્ત આતંકવાદી સંગઠનો દ્વારા સંચાલિત જહાજ પર ઘાતક લશ્કરી હુમલો કર્યો હતો.

ત્રણ દાણચોરોના મોત

પોસ્ટમાં વધુમાં જણાવાયું છે કે ગુપ્તચર એજન્સીઓએ પુષ્ટિ આપી હતી કે જહાજ કેરેબિયનમાં ડ્રગ્સની હેરાફેરી માર્ગો પાર કરી રહ્યું હતું અને ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ હતું.આ કાર્યવાહીમાં ત્રણ દાણચોરો માર્યા ગયા. કોઈ યુએસ લશ્કરી કર્મચારી ઘાયલ થયો નથી.

મૃત્યુઆંક 133 થયો

પોસ્ટ સાથેના એક વીડિયોમાં બોટ પાણીમાં આગળ વધતી જોવા મળે છે, અને પછી આગમાં ભડકી જાય છે. શુક્રવાર (13 ફેબ્રુઆરી) ના હુમલામાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કથિત ડ્રગ્સ ભરેલી બોટ પર કાર્યવાહીથી મૃત્યુઆંક 133 થયો છે. સપ્ટેમ્બરની શરૂઆતથી કેરેબિયન સમુદ્ર અને પૂર્વી પેસિફિક મહાસાગરમાં ઓછામાં ઓછા 38 હુમલા કરવામાં આવ્યા છે.

 

Leave a Comment

READ MORE

READ MORE