આઈડીએફએ ઇઝરાઇલી સૈનિકો પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. આઈડીએફએ તેના સૈનિકના કુરાન સળગાવવાના કેસની તપાસના આદેશ આપ્યા છે. આઈડીએફએ આ પ્રકારના કૃત્યને ઈઝરાયેલી સેનાના પ્રોટોકોલની વિરુદ્ધ ગણાવ્યું છે.
ઇઝરાયેલી સૈનિકોની કુરાન સળગાવતી તસવીર વાયરલ થયા બાદ ઇઝરાયલની સેનાએ પોતાના જ સૈનિકો સામે તપાસ શરૂ કરી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ)એ શુક્રવારે જણાવ્યું હતું કે, લશ્કરી પોલીસ એવી ઘટનાઓની તપાસ કરી રહી છે જેમાં સૈનિકોએ રફાહમાં ઓપરેશન દરમિયાન કુરાન સહિતનાં પુસ્તકો સળગાવ્યાં હતાં.
હાલમાં જ ગાઝામાં ઇઝરાયલના એક ઓપરેશન દરમિયાન એક ઇઝરાયલી સૈનિકે કુરાનને સળગાવીને પોતાની જાતને ફિલ્માવી હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે બાદ તેને પેલેસ્ટાઈન સમર્થિત ઘણા ખાતાઓ સાથે શેર કરવામાં આવી હતી. આવો જ એક ફોટો ગાઝાની અક્સા યુનિવર્સિટીનો આવ્યો છે. જ્યાં એક ઇઝરાયલી સૈનિક યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં આગ લગાવતો જોવા મળ્યો હતો. આ મામલે આગ લાગ્યા બાદ હવે આઈડીએફએ તેની તપાસ શરૂ કરી દીધી છે.
એક મહિનામાં 8% ઘટ્યું ક્રૂડ ઓઈલ, શું તમારા શહેરમાં સસ્તું થયું પેટ્રોલ?
કુરાનને સળગાવવા પર આઈડીએફએ શું કહ્યું?
આ ઘટનાઓ પર પ્રતિક્રિયા આપતા આઈડીએફે નિવેદન જાહેર કરીને કહ્યુ કે મિલિટ્રી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવી ઘટનાઓ આઈડીએફના મૂલ્યો અને તેના પ્રોટોકોલની વિરુદ્ધ છે. “આઇડીએફ તમામ ધર્મોનો આદર કરે છે અને આ પ્રકારની વર્તણૂકની સંપૂર્ણ નિંદા કરે છે.
E-newspaper Date 25-05-2024
સૂચનાઓ આપી દેવામાં આવી છે
ગાઝામાં યુદ્ધની શરૂઆતથી જ ઇઝરાયેલી સૈનિકો ગાઝામાં યુદ્ધ અપરાધો કરતા, ઘરોમાંથી કિંમતી ચીજવસ્તુઓ ઉપાડતા, બાળકોના રમકડાં તોડતા, વીડિયો રેકોર્ડ કરતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જોવા મળે છે. આઇડીએફના પ્રવક્તા એડમિરલ ડેનિયલ હગારીએ કેટલાક મહિના પહેલા એક નિવેદન બહાર પાડીને સૈનિકોને વિનંતી કરી હતી