સ્થાનિકોની ફરિયાદ બાદ સૂતેલું તંત્ર સફાળું જાગ્યું

સ્થાનિકોની ફરિયાદ બાદ સૂતેલું તંત્ર સફાળું જાગ્યું

આફ્રિકન વિદ્યાર્થીઓને વેરિફિકેશન કર્યા વિના મકાન ભાડે આપનાર માલિકનો પોલીસે ડેટા મેળવ્યો

પોલીસ વેરિફિકેશન વિના મકાન ભાડે આપનાર વિરુદ્ધ કાર્યવાહી થશે

રાજકોટ નજીક આવેલી મારવાડી કોલેજના આફ્રિકન વિદ્યાર્થીઓના આતંકથી રતનપરના ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. અહીંના મકાનમાલિકો પોલીસને જાણ કર્યા વિના આફ્રિકન વિદ્યાર્થીઓને મકાન ભાડે આપી દે છે અને મસમોટી રકમ વસૂલે છે. ગ્રામજનોની ફરિયાદ બાદ સૂતેલું તંત્ર સફાળું જાગ્યું છે. હવે પોલીસ વેરિફિકેશન વિના મકાન ભાડે આપનાર વિરુદ્ધ કાર્યવાહી થશે એવું જાણવા મળી રહ્યું છે..

ગત મંગળવારે કુવાડવા પોલીસ રતનપર ગામે તપાસ અર્થે પહોંચી હતી અને જે વેરિફિકેશન કર્યા વિના આફ્રિકન વિદ્યાર્થીઓને મકાન ભાડે આપી દે છે તેનો ડેટા મેળવ્યો હતો. હવે આ તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. રતનપરના રહેવાસી વનરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આફ્રિકાના વિદ્યાર્થીઓ આ ગામમાં રહીને અહીં જ દૂષણ ફેલાવે છે તેઓ ડ્રગ્સ અને ગાંજાના નશામાં ધૂત હોય છે અને નોનવેજ તેમજ શરાબની પાર્ટી કરે છે. તેમજ તેઓની જીવનશૈલીને કારણે ગામના વડીલો, બહેનો અને દીકરીઓને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે

Leave a Comment

READ MORE

READ MORE