વિધાનસભા 70 ના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી પિયુષ પટેલનો આજે જન્મદિવસ

📰 વિધાનસભા 70 ના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી પિયુષ પટેલનો આજે જન્મદિવસ

રાજકોટ, તા. ૮:
ધ્રોલ તાલુકાના લતીપર પાસેના નાના સગાડીયા ગામના વતની અને હાલ રાજકોટ શહેરના વોર્ડ નં. 17માં રહેતા સક્રિય કોંગ્રેસ કાર્યકર પિયુષભાઈ પટેલનો આજે જન્મદિવસ છે.

પિયુષભાઈએ અગાઉ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિમાં વિધાનસભા બેઠક નં. 70ના પૂર્વ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી છે. તેઓએ માત્ર રાજકીય ક્ષેત્રે નહીં, પરંતુ શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ખાસ કરીને યુવા પાટીદાર સમાજમાં તેમની કામગીરીથી નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે.

આજે તેમના જન્મદિવસ નિમિતે સવારેથી જ રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યકરો તરફથી તેમને મોબાઈલ નંબર 90164 44452 પર શુભેચ્છાઓ મળી રહી છે.

ધ્રોલ તાલુકાના કેટલાક અણ ઉકેલાયેલા લોકપ્રશ્નો — ખાસ કરીને સગાડીયાથી લતીપર સુધીના માર્ગના મુદ્દે — તેમણે રુબરૂ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીને નોંધાઇ શકે તેવા પડઘા પાડ્યા હતા.

📌 પિયુષભાઈ પટેલ
પૂર્વ પ્રમુખ – વિધાનસભા 70
શહેર કોંગ્રેસ સમિતિ, રાજકોટ

Leave a Comment

READ MORE

READ MORE