હકીકતમાં મણિનગર સ્વામીનારાયણ મંદિરે સનાતન ધર્મ વિરુદ્ધ પુસ્તક પ્રકાશિત કર્યુ જેમાં સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. જાણો શું છે સમગ્ર મામલો.
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ફરી એક વાર સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. હકીકતમાં મણિનગર સ્વામિનારાયણ મંદિરે સનાતન ધર્મ વિરુદ્ધ પુસ્તક પ્રકાશિત કર્યુ જેમાં સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે.
શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામનું પુસ્તક વિવાદમાં આવ્યું છે. આ પુસ્તકમાં દ્વારકાધીશ વિશે અપમાનજનક ટીપ્પણી કરાઈ છે. પુસ્તકની વાર્તા નંબર 33 માં દ્વારકાધીશ વિષે કહેવાયું છે કે દ્વારકામાં ભગવાન નથી, ભગવાનને જોવા હોય તો વડતાલ જાઓ. પુસ્તકમાં પુસ્તકમાં સનાતન ધર્મને ટાર્ગેટ કરતા લોકોમાં આક્રોશ ભરાયો છે. લોકો સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણના સંતોની આકરી ટીકા કરી રહ્યા છે. આ ટિપ્પણી પછી માલધારી સમાજમાં પણ આક્રોશમાં છે.
આ મામલે રાજકોટ માલધારી સમાજના આગેવાન રાજુભાઇ જુંજાએ નિવેદન આપ્યું છે કે, “આ કઇ રીતે સાબિત કરી શકે કે વડતાલમાં ભગવાન છે અને આવા ખોટા વિવાદિત નિવેદનો ઊભા કરી સમગ્ર હિન્દુ સમાજમાં એક વૈમનસ્ય ઊભું કરવામાં આવી રહ્યું છે, હિન્દુ સમાજ અને 18 એ વર્ણ અને સાખી નહીં લે, માત્ર રાજકોટની જ વાત નથી, પરંતુ આખા દેશમાં આના પડઘા પડ્યા છે. જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હિન્દુ દેવી દેવતાઓને નીચા બતાવીને સમાજમાં વૈમનસ્ય ઊભું કરી રહ્યા છે, તો આનો સમગ્ર હિન્દુ સમાજે બહિષ્કાર કરવો જોઈએ.”