ભારતીય ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. તેમના છૂટાછેડાનો નિર્ણય આજે (20 માર્ચ) આવ્યો.
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ગુરુવારે સત્તાવાર રીતે છૂટાછેડા લીધા. ચહલ બાંદ્રા ફેમિલી કોર્ટમાં સૌથી પહેલા પહોંચ્યો હતો, પરંતુ જ્યારે ધનશ્રી વર્મા પહોંચી ન હતી, ત્યારે તેણે થોડીવાર રાહ જોઈ અને અંતે, સવારે 11 વાગ્યા પછી, ધનશ્રી પણ આવી. બંને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા અને તેમને છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા છે. વકીલે કહ્યું, “છૂટાછેડા થઈ ગયા છે,
આ મામલાને લઈને ધનશ્રી વર્મા આજે (20 માર્ચ) બપોરે મુંબઈની બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં પહોંચી હતી, તે બાદ ચહલ પણ મુંબઈના બાંદ્રા સ્થિત કોર્ટમાં પહોંચ્યો. ચહલ માસ્ક અને કાળો હૂડ પહેરીને કોર્ટ પરિસરમાં પ્રવેશ્યો. આ સમય દરમિયાન ચહલ કે ધનશ્રી વર્મા બંનેમાંથી કોઈએ મીડિયા સાથે વાત કરી ન હતી. બંને સીધા કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા, તેમના વકીલો પણ તેમની સાથે જોવા મળ્યા હતો.
ચહલ IPL 2025 માં પંજાબ ટીમ તરફથી રમશે
૩૪ વર્ષીય યુઝવેન્દ્ર ચહલ IPL ૨૦૨૫ સીઝનમાં રમવાની તૈયારી કરી રહ્યો છે. આ વખતે તે પંજાબ કિંગ્સ (PBKS) તરફથી રમશે. આ ટુર્નામેન્ટ 22 માર્ચથી શરૂ થશે. જ્યારે પંજાબની ટીમ 25 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે પોતાની પહેલી મેચ રમશે. IPL 2025 ની મેગા હરાજીમાં બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની માલિકીની પંજાબ ટીમે ચહલને ખરીદ્યો. ચહલને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝીએ ૧૮ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવી. ચહલ અગાઉ IPLમાં રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે.
જસ્ટિસ માધવ જામદારની બેન્ચે કહ્યું કે ચહલના વકીલ સાથે વાત કરવામાં આવી છે. તેમણે માહિતી આપી છે કે ચહલ 21 માર્ચ પછી કોર્ટમાં ઉપલબ્ધ રહેશે નહીં કારણ કે તે IPLમાં વ્યસ્ત રહેશે. આ જ કારણ છે કે ફેમિલી કોર્ટને આ છૂટાછેડાનો કેસ 20 માર્ચ સુધીમાં ચુકાદો સંભળાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ચહલ અને ધનશ્રી બંનેએ ૫ ફેબ્રુઆરીએ ફેમિલી કોર્ટમાં પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. જોકે, ફેમિલી કોર્ટે 6 મહિનાના કૂલિંગ ઓફ પીરિયડને માફ કરવાનો ઇનકાર કર્યો હતો
આ પછી, ચહલ અને ધનશ્રી બંનેએ ફેમિલી કોર્ટના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો. તમને જણાવી દઈએ કે છૂટાછેડા લેવા માટે, હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 13B હેઠળ 6 મહિનાનો કૂલિંગ ઓફ પીરિયડ જરૂરી છે. આ સમય એટલા માટે આપવામાં આવે છે કે પતિ-પત્ની બંને સર્વસંમતિથી પહોંચી શકે અને છૂટાછેડા લીધા વિના સાથે રહેવાનું નક્કી કરી શકે. તેમની વચ્ચે ફરીથી મામલો ઉકેલાઈ જવો જોઈએ.
ચહલ ધનશ્રીને 4.75 કરોડ આપવા સંમત થયા
જ્યારે જસ્ટિસ જામદારે ધ્યાનમાં લીધું હતું કે ચહલ અને વર્મા અઢી વર્ષથી અલગ રહી રહ્યા છે અને ભરણપોષણની ચુકવણી અંગે બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી દરમિયાન સંમત થયેલા નિયમો અને શરતોનું પાલન કરવામાં આવ્યું છે. આ વિચારણા પછી બેન્ચે કુલિંગ પિરિયડ માફ કર્યો. ફેમિલી કોર્ટ અનુસાર, ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તેમાંથી તેમણે અત્યાર સુધીમાં 2.37 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે