છત્તીસગઢના બીજાપુર અને દાંતેવાડાના સુરક્ષા દળોએ નક્સલીઓ પર મોટો હુમલો કર્યો છે અને બે અલગ-અલગ કાર્યવાહીમાં 22 નક્સલીઓને ઠાર માર્યા હતા.
મળતી માહિતી મુજબ આજે ગુરુવારે છત્તીસગઢના બીજાપુર અને દાંતેવાડાના સુરક્ષા દળોએ નક્સલીઓ પર મોટો હુમલો કર્યો છે અને બે અલગ-અલગ કાર્યવાહીમાં 22 નક્સલીઓને ઠાર માર્યા હતા.
આ ઓપરેશન દરમિયાન એક સૈનિક પણ શહીદ થયો હતો. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે સવારે, સુરક્ષા દળોની એક ટીમ બીજાપુર અને દાંતેવાડાની સરહદ પર આવેલા ગંગલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી પર નીકળી હતી. આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ. ટીમે બે અલગ અલગ કાર્યવાહીમાં 22 નક્સલીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોની ટીમે બીજાપુરમાં 18 અને કાંકેરમાં 4 નક્સલીઓને ઠાર માર્યા છે.
Post Views: 31