રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં માત્ર 7 ટાંકા માટે દોઢ લાખનું બિલ ફટકાર્યું, બાળક સાંજે એડમિટ થયું છતાં સવારના ડોક્ટર વિઝીટના ચાર્જીસ પણ લગાવાયાનો આક્ષેપ
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. માત્ર 7 ટાંકા માટે દોઢ લાખનું બિલ બનાવતા દર્દીના સગાઓને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકને હાથમાં ટાંકા લઈ 24 કલાક માટે એડમિટ રાખવામાં આવ્યું હતુ. જેનું બિલ 1.6 લાખ બનાવવામાં આવ્યું હતું. જેના પગલે બાળકના દાદાના હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
માત્ર 7 ટાંકા માટે ફટકાર્યું દોઢ લાખનું બિલ?
વોકહાર્ટ હોસ્પિટલમાં બાળક સાંજે એડમિટ થયું છતાં સવારના ડોક્ટરના વિઝીટના ચાર્જીસ લગાવ્યું હોવાનો પણ બાળકના દાદાના આક્ષેપો છે. જગદીશ પટેલે કહ્યું કે, ‘એક ટાંકા માટે હોસ્પિટલ 22 હજાર 800 રૂપિયા લે છે અને દેશની કોઈપણ હોસ્પિટલમાં ટાંકા લેવાનો આટલો મોટો ચાર્જ નથી’ જેના પગલે હોસ્પિટલમાં હોબાળો પણ મચ્યો છે.
વોકહાર્ટ હોસ્પિટલનો ખુલાસો
તો બીજી તરફ ગંભીર આક્ષેપ પર વોકહાર્ટ હોસ્પિટલનો ખુલાસો સામે આવ્યો છે. વોકહાર્ટ હોસ્પિટલના સેન્ટર હેડ દુષ્યંત પટેલે કહ્યું કે, દર્દીને હોસ્પિટલમાં ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મોટો ચેંકો હતો અને ડસ્ટ પણ હોવાથી ઈમરજન્સી સર્જરી કરી હતી તેમજ સારવારના બીજા દિવસે જ રજા આપવામાં આવી હતી અને રજા આપ્યા બાદ ડૉકટરોને પણ બતાવવા માટે આવ્યા હતા. વધુમાં કહ્યું કે, ઈન્શ્યોરન્સ ડોક્યુમેન્ટ માટે આવ્યા ત્યારે વાલીઓએ સંમતિ આપી હતી અને ડૉક્ટરે 61 હજારનો ચાર્જ શેનો લીધો તે તંત્ર જવાબ ન આપી શક્યું જેના પગલે દર્દીને માત્ર 7 ટાંકા માટે દોઢ લાખનુ બિલ આપ્યાનો આક્ષેપ કરાયા હતો’