જકુમાર જાટ અકસ્માત કેસ; ભરૂડી ટોલ નાકાથી નિકળ્યા બાદ યુવકે કપડા કાઢી નાખ્યા હતા તેમજ નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટ સુધી યુવક ચાલીને ગયો હોવાની વિગત સામે આવી છે.
ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યાં છે. રાજકુમાર જાટ ભરૂડી ટોલ નાકાથી નિકળ્યા બાદ યુવકે કપડા કાઢી નાખ્યાની વિગત સામે આવી છે તેમજ નગ્ન હાલતમાં રાજકોટ સુધી યુવક ચાલીને આવ્યો હતો અને ત્યાં કોઠારીયા સોલ્વન્ટ ચોકડી આજીડેમ પોલીસની PCR વાન યુવકને રોક્યો હતો. ત્યારબાદ આસપાસની લોકોએ નિર્વસ્ત્ર હાલતમાં યુવકને જોઈ કપડાં પહેરાવ્યા હતા. સાથો સાથ ઘટના સમયે યુવક માનસિક રીતે સ્વસ્થ ન હોવાની પણ લોકોમાં ચર્ચા છે.
યુવક કોઠારીયા સોલ્વન્ટ ચોકડી પાસે PCR વાનને મળ્યો હતો
રાજકુમાર જાટ કોઠારીયા સોલ્વન્ટ ચોકડી પાસે PCR વાનને મળ્યો હોવાથી PCRમાં પણ નોંધ પાડી હોવાની વિગત સામે આવી છે. જો કે, આ કેસમાં એક તરફ મૃતકના પિતા દ્વારા વિવિધ આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ પોલીસ તપાસમાં અવનવા ખુલાસા પણ થઈ રહ્યા છે. ત્યારે આ કેસ દિવસેને દિવસે વધુ પેચિદો બનતો જાય છે.
”યુવકને તેના પિતા સાથે ઝઘડો થયો હતો”
આ કેસમાં SP હિમકરસિંહ એક નિવેદન જણાવ્યું હતું કે, ”રતનાલાલ જાટે 5 માર્ચે પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદને આઘારે પોલીસે શોધખોળ ચાલુ કરી હતી. પોલીસે CCTV તપસતા યુવક 3 માર્ચે સવારે ઘરેથી નીકળી ગયેલો જોવા મળ્યો હતો. યુવક પગપાળા જ રાજકોટ જતો જોવા મળ્યો હતો. યુવક 3 માર્ચે સાંજે રામધામ આશ્રમમાં ગયો હતો અને રાતના 2 વાગે નીકળી ગયો હતો. આશ્રમમાંથી નીકળ્યાના થોડે દૂરથી જ તે અકસ્માતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો”. જ્યારે ગણેશ જાડેડા સાથે તેમની માથાકૂટ હોવા અંગે પણ SP હિમકરસિંહે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે ”2 માર્ચે યુવકને તેના પિતા સાથે ગામના મંદિર પાસે ઝઘડો થો હતો ત્યાર પછી બંને લોકો બાઇક પર જઇ રહ્યા હતા. ત્યારે યુવકના પિતા બાઇક પરથી ઉતરી ગયા હતા. તો યુવક ધારાસભ્યના ઘરમાં ઘૂસી ગયો હતો. જ્યાં તેમની બોલાચાલી થઇ હતી. જો કે થોડી વારમાં બંને ઘર તરફ નીકળી ગયા હતા”. પરંતુ યુવકને તેના પિતા સાથે ઝઘડો ચાલતો હોવાનું પોલીસે કહ્યું છે.