‘બધાને મારી નાખીશું’, પાકિસ્તાનમાં આતંકીઓ ટ્રેન પર ત્રાટક્યાં, હાઈજેક કરીને 120 પ્રવાસીઓને બંદી બનાવ્યાં

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ આખી ટ્રેન હાઇજેક કરી લીધી છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે તેણે બોલાનમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી લીધી છે

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ આખી ટ્રેન હાઇજેક કરી લીધી છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે તેણે બોલાનમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી લીધી છે અને 100 થી વધુ લોકોને બંધક બનાવ્યા છે. તેમણે એવી પણ ચેતવણી આપી છે કે જો તેમની સામે કોઈ લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો તેઓ બધાને મારી નાખશે. અત્યાર સુધીમાં છ સૈનિકો માર્યા ગયા છે. માહિતી અનુસાર ટ્રેનમાં 120 મુસાફરો સવાર છે.

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ આખી ટ્રેન હાઇજેક કરી લીધી છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે તેણે બોલાનમાં જાફર એક્સપ્રેસનું હાઇજેક કર્યું છે અને 100 થી વધુ લોકોને બંધક બનાવ્યા છે. તેમણે એવી પણ ચેતવણી આપી છે કે જો તેમની સામે કોઈ લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો તેઓ બધાને મારી નાખશે. અત્યાર સુધીમાં છ સૈનિકો માર્યા ગયા છે. માહિતી અનુસાર, ટ્રેનમાં 120 મુસાફરો હતા.

ટ્રેનમાં સવાર આર્મી અને ISI ના લોકો

બંધકોમાં પાકિસ્તાની સેના, પોલીસ, આતંકવાદ વિરોધી દળ (ATF) અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના સક્રિય ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તે બધા રજા પર પંજાબ જઈ રહ્યા હતા. બીએલએએ ચેતવણી આપી છે કે જો ટ્રેનમાં હાજર સૈનિકો કોઈ કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે તો બધા બંધકોને મારી નાખવામાં આવશે.

ઓપરેશન દરમિયાન બીએલએના આતંકવાદીઓએ મહિલાઓ, બાળકો અને બલૂચ પ્રવાસીઓને મુક્ત કર્યા. માહિતી અનુસાર બીએલએનું ફિદાયીન યૂનિટ, મજીદ બ્રિગેડ આ મિશનનું નેતૃત્વ કરી રહ્યું છે, જેમાં ફતેહ સ્ક્વોડ, એસટીઓએસ અને ગુપ્તચર વિંગ ઝીરાબનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE