ધંધુકામાં બાવળા-બગોદરા હાઈવે પરના ભીમાસર પાટીયા પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહનની અડફેટે ચડતા પગપાળા ચોટીલા જઈ રહેલા 2 પદયાત્રીના મોત નીપજ્યા છે.
આજકાલ રાજ્યમાં હીટ એન્ડ રનની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે આજે ફરી એકવાર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ધંધુકામાં બાવળા-બગોદરા હાઈવે પર ભમાસરા પાટીયા પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહનની અડફેટે ચડતા ચોટીલા જતા બે પદયાત્રીનું મોત નીપજ્યું છે. પદયાત્રીઓ સાથે ચાલતી કારને પાછળથી આવતા વાહને ટક્કર મારતા દુર્ઘટના ઘટી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 37 વર્ષીય રઘુભાઈ દેસાઈનું સારવાર દરમિયાન મોત થયું.
Post Views: 44