રાજ્યવાસીઓએ ગરમી માટે તૈયાર રહેવું પડશે. આગામી બે દિવસ બાદ 2-3ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.
રાજ્યમાં અત્યારે બેવજી ઋતુનું અનુભવ થઈ રહ્યું છે. સવારે ઠંડી તેમજ રાત્રે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીનો અહેસાસ શરૂ થતાં હવે ઉનાળાનું ધીરે ધીરે આગમન થતું જણાઈ રહ્યું છે. હવામાન વિભાગે ગરમીને લઈ ફરીએકવાર આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યવાસીઓએ ગરમી માટે તૈયાર રહેવું પડશે. આગામી બે દિવસ બાદ 2-3ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. 24 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.7 તો રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી નોંધાયું છે.
‘હવે ધીરે ધીરે શિયાળાના વિદાયની શરૂઆત થઈ’
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આ વખતનો શિયાળો સામાન્યથી નજીક સારો રહ્યો છે. શિયાળામાં જે પ્રકારે ઠંડીના રાઉન્ડ આવવા જોઈએ તે પ્રમાણે આવ્યા છે. આપણા પૂર્વાનુમાન સાથે આ વખતે શિયાળો સારો જોવા મળ્યો છે. હવે ધીરે ધીરે શિયાળાના વિદાયની શરૂઆત જોવા મળી રહી છે. મિક્સ ઋતુનું વાતાવરણ ચાલી રહ્યું છે. આવા મોસમમાં સમાજમાં શરદી ઉધરસ અને તાવની બીમારી પણ વધી છે.