April 5, 2025 12:56 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને CM નિવાસસ્થાને મહત્વની બેઠક, જાણો કયા મુદ્દે કરાશે ચર્ચા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વની બેઠકનું આયોજન સીએમના નિવાસસ્થાને કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ ભાજપની બેઠકમાં ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.

આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે, ચૂંટણીને લઇ તમામ રાજકિય પાર્ટીઓમાં ભાગદોડ મચી છે. ત્યારે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીને લઈ ચર્ચા કરવામાં આવશે.

યાદી તબક્કાવાર જાહેર કરાશે

વધુમા મળતી માહિતી મુજબ આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ સહિત ભાજપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેનાર છે. જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, મનપા સહિત બેઠકોના ઉમેદવારોની ચર્ચા કરવામાં આવનાર છે. ઉપરાંત કેન્દ્રીય નેતૃત્વ સાથે પરામર્શ બાદ ઉમેદવારોના નામોની યાદી તબક્કાવાર જાહેર કરી દેવામાં આવશે.

ક્યાં ક્યાં યોજાશે ચૂંટણી?

  • જુનાગઢ મહાનગરપાલિકા
  • 66 નગરપાલિકા
  • તાલુકા પંચાયત: કઠલાલ, કપડવંજ, ગાંધીનગર
  • મધ્યસત્ર ચૂંટણી: બોટાદ અને વાંકાનેર ન.પા.

મહત્વની તારીખો

  • ચૂંટણીની જાહેરાતની તારીખ તા.21/01/2025
  • જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા.27/01/2025
  • ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા.01/02/2025
  • ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા.03/02/2025
  • મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
  • પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
  • મતગણતરીની તારીખ તા.18/02/2025
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025

જાણો જાહેરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. જેમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થશે. સાંજે 4.30 વાગે રાજ્ય ચૂંટણી કમિશ્નર તારીખ જાહેર કરી હતી. આજે ફક્ત જૂનાગઢની મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. કમિશ્નરના જાણાવ્યા મુજબ 4 હજાર ગ્રામપંચાયતોની ચૂંટણી બાદમાં જાહેર કરવામાં આવશે.

મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન પણ જાહેર કરાઈ ચુક્યું

અગાઉ રાજ્યની આઠ મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું હતું. જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે. જ્યારે સુરત મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે. વડોદરા મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિના મેયર મળશે તો વડોદરા મનપામાં બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (પછાત જાતિ) રહેશે. રાજકોટ મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (અનુસૂચિત જાતિ) બનશે. ભાવનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.

રાજ્યમાં 78 નગરપાલિકાની બેઠકો ખાલી

રાજ્યમાં 78 નગરપાલિકાની બેઠકો ખાલી છે તેમજ ખેડા અને બનાસકાંઠા જીલ્લા પંચાયત તેમજ 17 તાલુકા પંચાયત પર ચૂંટણી થશે. જૂનાગઢ તથા અન્ય મહાનગરોની ખાલી પડેલી બેઠકો માટે ફોટો મતદાર યાદી જાહેર થશે. રાજ્યમાં 27 ટકા અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી તથા સિંમાકનમાં ફેરફાર થયો હતો. નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે ત્યારે ગયા મહિને બેઠકોની ફાળવણીને લઈ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું હતું.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE