Game Changer Trailer: સુપરસ્ટાર રામ ચરનની ફિલ્મ ગેમ ચેન્જરનું ટ્રેલર વર્ષ 2025 ની શરુઆતમાં જ રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને આ ટ્રેલરે ઈંટરનેટ પર ધુમ મચાવી દીધી છે. આ ટ્રેલર જોઈને તમે પણ સમજી જશો કે શા માટે આ ફિલ્મ ચર્ચામાં આવી છે.
Game Changer Trailer: ફિલ્મ મેકર શંકરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ગેમ ચેન્જરનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ગ્લોબલ સ્ટાર રામ ચરન અને કિયારા અડવાણીની આ ફિલ્મ પોલિટિકલ એક્શન ડ્રામા છે. આ ફિલ્મનું ટ્રેલર જોવા માટે ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ મેકર્સે હવે ગેમ ચેન્જર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે જેના કારણે ચાહકોની અપેક્ષા અને ઉત્સાહ પણ બમણા થઈ ગયા છે. આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.
ગેમ ચેન્જર રામચરનની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. બ્લોકબસ્ટર ફિલ્મ આરઆરઆર પછી રામચરન આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ રિલીઝ થવાની છે તેના આઠ દિવસ પહેલા જ ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું હતું. આ ટ્રેલર લોકોની અપેક્ષા પર ખરું ઉતર્યું છે ફિલ્મની ચર્ચા પણ જોરશોરથી થવા લાગી છે.
રામચરનની ફિલ્મ ગેમ ચેન્જરને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ તરફથી યુએ સર્ટિફિકેટ મળ્યું છે. ફિલ્મના ટ્રેલર રિલીઝ પછી મેગા પ્રી રીલીઝ ઇવેન્ટ પણ યોજાઇ હતી.
ગેમ ચેન્જર ફિલ્મમાં રામચરન ડબલ રોલમાં જોવા મળશે. રામચરન અને કિયારા અડવાણીની આ ફિલ્મ 10 જાન્યુઆરી 2025 ના રોજ થવાની છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ અને હિન્દી ભાષામાં રિલીઝ થશે. રામચરન સાથે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં કિયારા અડવાણી જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં અંજલી, એસ.કે સુર્યા, શ્રીકાંત, સુનિલ અને નવીનચંદ્રા પણ જોવા મળશે
Post Views: 12