January 7, 2025 11:24 am

ઓલ ઇન્ડિયા CAનું પરિણામ જાહેર, અમદાવાદની દીકરીએ વગાડ્યો ભારતમાં ડંકો, કહ્યું ‘તબિયત નહોતી સારી પણ…’

ઓલ ઇન્ડિયા CAનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં અમદાવાદની વિદ્યાર્થીની રિયા કુંજભાઈ શાહ ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવી છે.

ICAI CA Final Result 2024 announced: ઓલ ઇન્ડિયા CAનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં અમદાવાદની વિદ્યાર્થીની રિયા કુંજભાઈ શાહ ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવી છે. રિયા શાહ 83.50 ટકા સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે અને ભારતમાં બીજા ક્રમાંકે આવી છે. નોંધનીય છે કે, ઓલ ઇન્ડિયા CAનું પરિણામ 13.45 ટકા આવ્યું છે.

પરિણામથી ખુશી છે: રિયા

CAના પરિણામાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવ્યા બાદ રિયા શાહે ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે પરીક્ષાના સમયે મારી તબિયત સારી નહોતી પણ પરિવારની હિંમતથી પરીક્ષા આપી ખૂબ મહેનત કર્યા બાદ આજે પરિણામ મળતાં ખુશી છે.’

દેશને મળ્યા 11500 નવા CA

ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાએ આજે (27 ડિસેમ્બર 2024) ICAI CA ફાઈનલ પરિણામ જાહેર કરી દીધું છે. જેમાં આ પરિણામથી દેશને 11500 નવા CA મળ્યા છે. હૈદરાબાદના હરમ્બ મહેશ્વરી અને તિરુપતિના ઋષભ ઓસટવાલે સંયુક્ત રીતે ટોપ થ્રીમાં પ્રથમ પ્રથમ સ્થાન મેળવ્યું છે. બંનેએ 84.67 ટકા માર્ક્સ મેળવ્યા છે. જ્યારે બીજા ક્રમે અમદાવાદની રિયા કુંજન કુમાર શાહે 83.50 ટકા અને ત્રીજા ક્રમે આવેલી કોલકાતાની કિંજલ અજમેરાએ 82.17 ટકા મેળવ્યા છે.

નવેમ્બરમાં પરીક્ષા યોજાઈ હતી

નવેમ્બરમાં યોજાયેલી પરીક્ષામાં ગ્રુપમાં 66987 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 11253 એટલે કે 16.8 ટકા ઉમેદાવારો પાસ થયા હતા. જ્યારે બીજા ગ્રુપના 49459 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 10566 ઉમેદવારો સફળ થયા હતા. એટલે કે 21.36 ટકા પાસ થયા છે. બંને ગ્રૂપમાં ઉપસ્થિત 13.44 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, આ માટે 30763 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 4134 વિદ્યાર્થીઓ સફળ થયા હતા.

ICAI CA ફાઇનલ રિઝલ્ટ 2024 કેવી રીતે ચેક કરવું?

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ https://icai.nic.in/caresult/ પર જાઓ.
  • ત્યાં ICAI CA ફાઇનલ રિઝલ્ટ પર ક્લિક કરો.
  • આ પછી રોલ નંબર અને કેપ્ચા નાખીને સબમિત કરો.
  • રિઝલ્ટ તમારી સામે સ્ક્રીન પર દેખાશે.
  • તેને ચેક કરીને ડાઉનલોડ કરી લો.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE