આંબેડકર નિવેદન પર મચેલા વિરોધ વંટોળને ઠારવા માટે અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પસ્ટતાં કરી હતી.
લોકસભામાં ભીમરાવ આંબેડકર પરના નિવેદન બાદ અમિત શાહ વિપક્ષના ભારે નિશાન પર આવ્યાં હતા. તમામ નાની-મોટી વિપક્ષી પાર્ટીઓએ એકજૂટ થઈને આ મુદ્દે અમિત શાહનો વિરોધ કર્યો હતો અને અમિત શાહ પાસે માફીની માગ કરી હતી જે પછી ઉઠેલા તોફાનને શાંત પાડવા માટે અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પસ્ટતાં કરી હતી.
શું બોલ્યાં અમિત શાહ
ગૃહમંત્રીએ કહ્યું કે આવું એટલા માટે થયું કારણ કે બીજેપી વક્તાઓએ કહ્યું કે કોંગ્રેસ આંબેડકર વિરોધી પાર્ટી છે, બંધારણ વિરોધી છે. કોંગ્રેસે સાવરકરજીનું અપમાન કર્યું. કોંગ્રેસે ઈમરજન્સી લાદીને બંધારણને કચડી નાખ્યું. કોંગ્રેસે ભારતીય દળોનું અપમાન કર્યું. કોંગ્રેસે ભારતની જમીન આપી દીધી. જ્યારે સંસદમાં આ વાત સાબિત થઈ ત્યારે કોંગ્રેસે જુઠ્ઠાણા ફેલાવવાનું શરૂ કર્યું. કોંગ્રેસ પાર્ટી આંબેડકર વિરોધી છે. કોંગ્રેસ બંધારણ વિરોધી છે. કોંગ્રેસે સેનાના શહીદોનું અપમાન કર્યું. કોંગ્રેસ સાવરકર વિરોધી છે. બાબા સાહેબની ગેરહાજરી પછી પણ કોંગ્રેસે ક્યારેય બાબા સાહેબને સન્માન આપ્યું નથી. પંડિતજી (નેહરુ)ના ઘણા પુસ્તકોમાં લખ્યું છે કે તેમણે ક્યારેય બાબા સાહેબને યોગ્ય સ્થાન આપ્યું નથી.
કોંગ્રેસે બાબા સાહેબને ભારત રત્ન નહોતો આપ્યો
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે બાબા સાહેબને ભારત રત્ન નથી આપ્યો. પંડિત નેહરુએ પોતાને ભારત રત્ન આપ્યો, કોંગ્રેસે તેના નેતાઓને ભારત રત્ન આપ્યો. 1990 સુધી તેમણે ખાતરી કરી કે આંબેડકરજીને ભારત રત્ન ન મળે. મારા નિવેદનોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ ફેક ન્યૂઝ ફેલાવે છે. હું આંબેડકરજી વિરુદ્ધ ક્યારેય બોલી શકતો નથી. કોંગ્રેસે રાજ્યસભામાં મારા નિવેદનોને ખોટી રીતે રજૂ કર્યા.
કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યાં
અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ કહ્યું કે તેઓ સપનામાં પણ બાબાસાહેબ આંબેડકરનું અપમાન ન કરી શકે. તેમણે કોંગ્રેસ પર તથ્યોને તોડી મરોડીને રજૂ કરવાનો આરોપ મૂક્યો હતો.
તમામ મોટા નેતાઓ અમિત શાહ સામે મેદાને પડ્યાં
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સિવાય ઉદ્ધવ ઠાકરે, માયાવતી, મમતા બેનર્જી અને તેજસ્વી યાદવ સહિત તમામ વિપક્ષી નેતાઓ તેમનાથી નારાજ છે. જ્યારે તેમની પાસેથી માફી માંગવાની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે પીએમ મોદીને પગલાં લેવાની અપીલ કરવામાં આવી રહી છે.
અમિત શાહ શું બોલ્યાં હતા?
હકીકતમાં રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે બુધવારે કહ્યું હતું કે આજના સમયમાં ભીમરાવ આંબેડકરનું નામ લેવાની ફેશન બની ગઈ છે. કેટલાક લોકો આંબેડકર, આંબેડકર કહેતા રહે છે, પણ ભગવાનનું આટલું નામ લે તો સાત જન્મો સુધી સ્વર્ગ મળે.