પોલીસ ભરતીને લઈ મહત્વનાં સમાચાર સામે આવ્યા છે. પીએસઆઈ અને લોકરક્ષક માટે જાન્યુઆરી મહિનામાં શારીરિક કસોટી યોજાઈ શકે છે.
છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતીને લઈ મહત્વનાં સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરી મહિનાના બીજી સપ્તાહમાં શારીરિક કસોટી યોજાઈ શકે છે. પીએસઆઈ અને લોકરક્ષક માટે શારીરિક કસોટી યોજવાની છે.
ગુજરાત પોલીસમાં જોડવા માટે ઇચ્છુક અને આ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી અને બીજા તબક્કામાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. એ વખતે એ ઉમેદવારો તરફથી એવી રજૂઆત હતી કે એ વખતે કોલેજ અને શાળાની પરીક્ષાના પરિણામ આવ્યા હતા, અને આપણે ઉનાળા અને ચોમાસાના કારણે તરત જ શારીરિક કસોટી લેવાના ન હતા, એટલે એવા ઉમેદવારો કે જેઓએ એપ્રિલમાં પરીક્ષા આપી હતી, એવા ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી. ઉમેદવારોની અરજીના કારણે બીજા તબક્કામાં અરજી કરવાની તક અપાઈ હતી.
અરજીની વિગતો આપતા હસમુખ પટેલે કહ્યું કે એપ્રિલમાં PSI માટે 4.47 લાખ અરજીઓ, લોકરક્ષક માટે 9.70 લાખ અરજી આવી હતી. આ પછી બીજા તબક્કામાં PSI માટે 51800 અરજીઓ અને લોકરક્ષક માટે 1.35 લાખ અરજી આવી છે. તો બંને તબક્કા મળીને અત્યાર સુધીમાં PSI માટે 4.99 લાખ જેટલી અરજી અને લોકરક્ષક માટે 11.05 લાખ અરજીઓ મળી છે. હવે નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે. સૌથી પહેલા PSIની પરીક્ષા 2 પેપર લેવામાં આવશે. PSIની 2 લેખિત પરીક્ષા લેવાશે. શારીરિક પરિક્ષા પછી તરત જ PSIની લેખિત પરીક્ષા લેવાશે. PSIની ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે.
હસમુખ પટેલે કહ્યું કે જે ઉમેદવારે બંને પોસ્ટ માટે અરજી કરી છે, તો તે ઉમેદવારે માત્ર એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે. સાથે જ તેમણે કહ્યું કે ઉમેદવારોએ તંત્ર પર ભરોસો રાખીને મહેનત કરીને સફળ થવાનો પ્રયત્ન કરવો. ગઈ વખતે પણ ઉમેદવારોએ પૈસા આપીને ભરતી થવાનો પ્રયત્ન કરેલો, ત્યારે છેતરનાર લોકો સામે કાર્યવાહી કરાઈ છે. એટલે જ ઉમેદવારોને સલાહ છે કે આવા કોઈ પ્રયાસો કરશો નહીં.
Post Views: 25