હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં માતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યાર આ ઘટનાને લઇ પોલીસ સહિત રેલવેની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
રાજ્યમાં લોકો અને રેલવે તંત્રની બેદરકારીના કારણે અકસ્માતના કિસ્સાઓ ઘટતા હોય છે. ત્યારે આજરોજ મોરબીના હળવદમાં આવો જ એક કિસ્સો સર્જાયો હતો. જેમાં રેલવે ક્રોસ કરતા દરમિયાન 2 બાળકોના મોત માતાની સામે જ મોત નિપજ્યા હતા.
રેલવે લાઇન ક્રોસ કરી રહ્યા હતા
મળતી માહિતી મુજબ રણજિતગઢ અને કેદારીયા વચ્ચે રેલવે ટ્રેક ક્રોસ દરમિયાન મહિલા અને 3 બાળકો રેલવે લાઇન ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેનની અડફેટે આવતા બે બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
જેમાં ગોપીબેન બજાણીયા (5 વર્ષ), નિકુલ બજાણીયા (3 વર્ષ)નું મોત નિપજ્યું હતું. જ્યારે માતા મંગુબેનને ઈજાઓ પહોંચી હતી. જોકે આ ઘટનામાં દોઢ વર્ષના બાળકનો બચાવ થયો હતો. ત્યારે આ ઘટનાને લઇ પોલીસ અને રેલવે તંત્ર દોડતું થયું હતુ. અને માતા મંગુબેનને મોરબી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
Post Views: 81