પંજાબમાં ફાયરિંગની ઘટના, પૂર્વ ડેપ્યુટી સીએમ માંડ માંડ બચ્યા

પંજાબમાં શિરોમણી અકાલી દળ (SAD) ના નેતા સુખબીર સિંહ બાદલ પર હુમલો થયાના સમાચાર છે. આ હુમલામાપૂર્વ ડેપ્યુટી સીએમનો માંડ માંડ આબાદ બચાવ થયો છે ત્યારે ત્યાં હાજર લોકોની મદદથી હુમલો કરનારને પોલીસે તાત્કાલિક ઝડપી લીધો છે.

આ ઘટના અમુતસરના અતિ પ્રસિદ્ધ ગોલ્ડન ટેમ્પલ પર ઘટી હતી. પંજાબના શિરોમણી અકાલી દળના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ બાદલ પર એક અજાણ્યા શખ્સે ફાયર કર્યું હતું. આ ફાયરિંગ થતાં જ ત્યાં હજાર લોકોએ આરોપીને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની પાસેથી પિસ્તોલ પણ બરામદ કરી છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તેનું નામ નારાયણ સિંહ જણાવ્યું હતું અને ખાલસા દળ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE