હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી તાપમાન સુકુ જ જોવા મળતા ઠંડી અનુભવાશે
હાલ વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. રાતે ઠંડી જોવા મળે છે તો બપોરે તાપનો અનુભવ થઈ રહ્યો છે. આ મિશ્ર ઋતુ રવી પાક માટે યોગ્ય ન કહેવાય. પરંતુ હવે હવામાન વિભાગની ઠંડીને લઈ મહત્વની આગાહી સામે આવી છે. જે મુજબ આજથી 7 દિવસ સુધી તાપમાન સૂકુ રહેશે
હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી
દેશમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વ પવનની દિશાને લઈને ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. હિમાલય તરફના પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો આવ્યો છે. બે દિવસથી તાપમાનો પારો ગગડતા રાજ્યમાં પણ ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે. અમદાવાદમાં પણ પારો ગગડતા ઠંડીમાં થયો વધારો થયો છે. હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી તાપમાન સુકુ જ જોવા મળતા ઠંડી અનુભવાશે. હાલ અમદાવાદમાં તાપમાનમાં 1 ડીગ્રી ઘટાડો થતા લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી પહોંચ્યું છે. જ્યારે રાજ્યમાં સૌથી નીચું તાપમાન કચ્છના નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે
ઠંડીનો પારો ગગડ્યો
જો કે, હવે ધીરે ધીરે શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે. આજે સવારથી જ રાજ્યભરમાં ઠંડીનું થોડુંક જોર જોવા મળ્યું હતું. જેમાં વિવિધ શહેરોમાં તાપમાનમાં ઘટાડો થતા લોકો સ્વેટર પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. શિયાળી શરૂઆત થઇ ચુકી હોય તેમ હવે લાગી રહ્યું છે. રાજ્યમાં લઘુતામ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. ઉત્તર પશ્ચિમ પવનોની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે.