સપ્ટેમ્બર-2024માં રાજય કર વિભાગને જીએસટી વેટ વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી રૂા. 9482 કરોડની આવક થયેલ છે. જે સપ્ટેમ્બર-2023 કરતા 29% વધુ છે.
રાજયને જીએસટી હેઠળ સપ્ટેમ્બર-2024માં રૂા.5,871 કરોડની આવક થયેલ છે. જે સપ્ટેમ્બર-2023માં થયેલ આવક કરતા 39% વધુ છે.
રાજયને સપ્ટેમ્બર-2024માં વેટ હેઠળ રૂા. 2579 કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ રૂા. 1012 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂા. 21 કરોડની આવક થયેલ છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ માસમાં રાજય કર વિભાગને જીએસટી વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી રૂા. 58231 કરોડની આવક થયેલ છે જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતા 17% વધુ છે.
Post Views: 38