September 20, 2024 5:19 pm

ખંભાળિયામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લેતી LCB

ખંભાળિયામાં ચારેક દિવસ પૂર્વે એક મહિલાના રહેણાંક મકાનમાં થયેલી ચોરી પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી, અહીંના એક શખ્સને મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં મેરાજ પાર્ક – 1 ખાતે રહેતા જાયદાબેન સિકંદરભાઈ જુણેજા નામના એક મહિલાના રહેણાંક મકાનમાં ચારેક દિવસ પૂર્વે ઈદના રોજ કોઈ તસ્કરોએ ખાતર પાડી, રોકડ તેમજ સોનાના દાગીના મળી, કુલ રૂૂપિયા 1.55 લાખની મુદ્દામાલની ચોરી થવા સબબ અહીંના પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ચોરીના આ પ્રકરણ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા વર્કઆઉટ કરી અને જુદા જુદા વિસ્તારમાં રહેલા સીસીટીવી કેમેરા ચેક કરી, વિવિધ દિશાઓમાં તપાસ આરંભવામાં આવી હતી.

જેને અનુલક્ષીને એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, સજુભા જાડેજા તથા ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના વોકળા શેરી વિસ્તારમાં રહેતા ફરમાન ઇમરાન નથુભાઈ બ્લોચ નામના 19 વર્ષના શખ્સને દબોચી લઈ, તેની આગવી ઢબે પૂછપરછ કરતા તેના દ્વારા રામનગર, મેરાજ પાર્કમાં ઉપરોક્ત મહિલાના ઘરમાં ચોરી કર્યાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. આથી પોલીસે ઉપરોક્ત શખ્સ પાસેથી ચોરી કરીને લીધેલી બે બંગડી, પેન્ડલ, ચેઈન તેમજ રૂૂ. 17,000 રોકડા અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂૂપિયા 1,59,238 નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે આરોપીનો કબજો ખંભાળિયા પોલીસને આપવામાં આવ્યો છે.

સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. ગોહિલના વડપણ હેઠળ પી.એસ.આઈ. આકાશ બારસિયા, એસ.એસ. ચૌહાણ, પી.જે. ખાંટ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, સજુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, ખીમાભાઈ કરમુર, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, સચીનભાઈ, ક્રિપાલસિંહ અને વિશ્વદિપસિંહ દ્વારા કરવામાં આવી હતી

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE