જામનગરના વાઘેર વાડા વિસ્તાર રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા જયેશ નરશીભાઈ રાઠોડ નામના -42 વર્ષીય ભરવાડ યુવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં ભારે ચકચાર જાગી છે, અને પોલીસ દ્વારા મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે તેનું હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ હોવાનું તારણ નીકળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયેશ નરસીભાઇ રાઠોડ નામના 42 વર્ષના ભરવાડ યુવાનો મૃતદેહ મળી આવ્યો હતો.
જે અંગેની પોલીસને જાણકારી મળતાં સિટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેના પ્રાથમિક રિપોર્ટમાં મૃતકને હૃદય રોગનો હુમલો આવી ગયો હોવાનું જાહેર કરાયું છે. જેની પ્રથમ પત્ની હયાત છે, પરંતુ તેણે વાઘેરવાડા વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ યુવતી સાથે પણ મૈત્રી કરાર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જોકે તે યુવતી હાલ બહાર ગામ હતી, અને દરમિયાન આજે સાંજે ભરવાડ યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. જ્યાં તેની પ્રથમ પત્ની પણ આવી ગઈ હતી, અને મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી હતી. સમગ્ર મામલે સીટી એ. ડિવિઝન પોલીસ દ્વારા આ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.