બ્રિટનમાં ભારતીય યુવકની હત્યાનાં ગુનામાં પાકિસ્તાની શખ્સ દોષિત જાહેર

બ્રિટનમાં ભારતીયની હત્યા કરનારો શખસ પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે. શાઝેબ ખાલિદ પોતાની સામે લાગેલા હત્યાના આરોપમાં દોષિત સાબિત થયો છે. UK માં એક રેસ્ટોરાંમાં મેનેજર તરીકે કામ કરતા 36 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિ વિગ્નેશ પટ્ટાભિરામનની વેલેન્ટાઈન્સ ડેનાં દિવસે હત્યા કરી દીધી હતી.

રિડિંગ ક્રાઉન કોર્ટ જ્યૂરીએ 25 વર્ષીય શાઝેબ ખાલિદને વિગ્નેશની હત્યાનો દોષિત ઠેરવી દેવાયો છે.ખાલિદે કોન્ટ્રાક્ટ કિલિંગ કરવા માટે 2 હજાર પાઉન્ડ રૂપિયા લીધા હતા અને વિગ્નેશ પર કાર ચઢાવી દેતા જીવ લઈ લીધો હતો.

આ ઘટના બાદ વિગ્નેશનું રોયલ બર્કશાયર હોસ્પિટલમાં 15 ફેબ્રુઆરીએ મોત નીપજ્યું હતું. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેના મૃત્યુ પાછળનું કારણ માથાનાં ભાગમાં ઈજા પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

વિગ્નેશ પટ્ટાભિરામન મૂળ રૂપથી કોઈંબતૂરના મદુરામલાઈની પાસે આઈઓબી કોલોનીનો રહેવાસી હતો. બાદમાં ડિસેમ્બર 2022માં તે પોતાની પત્ની રામ્યની સાથે લંડન શિફ્ટ થઈ ગયો હતો. અહીં તેને એક સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાંમાં મેનેજરની નોકરી કરી લીધી હતી.

અહીંથી નોકરી છોડ્યા પછી વિગ્નેશ ચર્ચિલ સ્થિત રિજેન્સી લંડનમાં નોકરી કરવા માટે જતો રહ્યો હતો. પરંતુ ત્યારે જ એની સાથે આ દુર્ઘટના ઘટી અને પાકિસ્તાની શખસે તેની હત્યા કરી દીધી હતી.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે વિગ્નેશને મારવાનો કોન્ટ્રાક્ટ પાકિસ્તાની વ્યક્તિને અન્ય એક ભારતીય શખસે જ આપ્યો હતો. મોહમ્મદ શાકિબ ઈસ્માઈલ નામનાં આ શખસે વેલના રેસ્ટોરાંમાં ઓપરેશન મેનેજર તરીકે કામ કર્યું હતું.

તેણે પોતાના મિત્ર સોહિત હુસૈનને કોઈ એક વ્યક્તિની તપાસ કરવા માટે કહ્યું હતું કે જે વિગ્નેશને ડરાવી ધમકાવી શકે. ઈસ્માઈલને એવી શંકા હતી કે વિગ્નેશ તેની રેસ્ટોરાંમાં લોકોને ગેરકાયદેસર રીતે નોકરી પર રાખતો હતો. હવે આ બધી ચર્ચાઓ દરમિયાન સોહિલે વિગ્નેશને ડરાવવાનું કામ ખાલિદને આપ્યું હતું, જેમાં વિગ્નેશની બાદમાં હત્યા કરી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE