ગુજરાતમાં હમણાં હમણાં જ એક નકલી સ્કૂલ અને હોસ્પિટલ ઝડપાય ત્યારબાદ છોટાઉદેપુર મા તો આખી નકલી સરકારી કચેરી ઝડપાય અને હવે ધ્રોલ ના ભુચરમોરી ના લોકમેળામાં પણ કંઈક આવું જ બન્યું હોય તેવું લાગી રહ્યું છે.
આ વર્ષે સાતમ આઠમના તહેવારો વખતે જ સતત વરસાદ પડતાં સૌરાષ્ટ્રના મોટાભાગના મેળા રદ્ થયા હતા ત્યારે યાંત્રીક રાઈડ ના સંચાલકો ને ધ્રોલ ના મેળા થી મોટી આશા હોય અને ત્યારે જ એટલે કે મેળો શરૂૂ થવાને બે દિવસ પહેલા જ ધ્રોલ નગરપાલિકાએ હવામાન વિભાગની આગાહી ના પગલે તા. 30-8-24 ના રોજ ભુચરમોરી નો મેળો રદ્ કરવાની જાહેરાત કરી મેળો શરૂૂ થવાને બે દિવસ પહેલા આવી જાહેરાત થતાં મેળા ના સ્ટોલ અને રાઇડસ ધારકો મુશ્કેલીમાં મુકાયા હતા અને સરકારી કચેરીઓમાં અને રાજકીય લોકો ને મેળો યોજવા ભલામણ કરવામાં લાગી ગયા હતા અને તેમાં તે સફળ પણ થયા હતા અને એક દિવસ બાદ 31-8 ના એવી જાહેરાત કરવામાં આવી કે ભુચરમોરી નો મેળો તા. 1,2 અને 3 સપ્ટેમ્બર ના યોજાશે શનિવારે બપોરે મેળો યોજાશે તેવું જાહેર થયું અને રવિવારના બપોરે તો મેળા નું ઉદઘાટન કરીને ચાલુ પણ કરી દેવામાં આવ્યો. હા આ વખતે રાજકીય વ્યક્તિના બદલે મહંત ના હાથે રીબીન માપવામાં આવી હતી ત્યારથી જ એવો અંદેશો હતો કે દાળમાં કંઈક કાળુ છે. રવિવારે બપોર થી લઈને મોડી રાત સુધી ધમધમી રહેલા મેળા વખતે તંત્ર ના એક પણ વિભાગે તસ્દી ના લીધી કે આ મેળા માં મોટા મોટા યાંત્રીક રાઈડ પરવાનગી વગર ધમ ધમે છે. ફીટનેશ, વિમો, ફાયર સેફ્ટી અને એસઓપી નો ઉલાળીયો કરીને બે દિવસ ચાલેલા મેળા માં તંત્ર ને છેક સોમવારે 4 વાગ્યે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું કે મેળા માં જે યાંત્રીક રાઈડો છે તે ગેરકાયદેસર રીતે નિયમો નો ભંગ કરીને ચલાવી રહ્યા છે ત્યારે પોલીસે મોટી રાઈડો બંધ કરાવી હતી.
ભુચરમોરીના મેળામાં આ પંથકના આસરે ચાર થી પાંચ લાખ લોકો મનોરંજન માણવા આવતા હોય છે ત્યારે તંત્ર ની બેદરકારી થી બે દિવસ સુધી હજારો લોકોની જીંદગી સાથે રમત રમાતી રહી અને તંત્ર તમાસો નિહાળતુ રહ્યું હજુ મોરબી ના ઝુલતા પુલ અને રાજકોટ ના અગ્નિ કાંડ ના ઘા રૂૂઝાણા નથી તોય તંત્ર અને સરકાર ની આંખ ઉઘડતી નથી એટલે જ અમારે લખવું પડે છે કે ધ્રોલ નો આખે આખો લોકમેળો નકલી હતો ?