September 20, 2024 4:06 pm

મુંબઇના પાલઘરમાં રાજકોટના પતિ-પત્ની- પુત્રીની ઘાતકી હત્યા

મુંબઇના પાલઘર જિલ્લામાં મુળ રાજકોટના એક જ પરિવારના માતા-પિતા અને પુત્રીની ભેદી હત્યા થતા ગુજરાતી સમાજમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. મળતી માહિતી મુજબ પાલઘરના વાડા તાલુકાના નેહરોલી ગામે રહેતા મુળ રાજકોટના રાઠોડ પરિવારના ત્રણ સભ્યોની અજાણ્યા શખ્સોએ ક્રુરતા પૂર્વક હત્યા કરી નાખ્યાનું બહાર આવેલ છે. આ ત્રિપલ મર્ડરમાં ભાડુઆત ઉપર શંકા સેવાઇ રહી છે.

ઘરમાંથી વૃધ્ધ માતા-પિતા અને તેની ત્યકતા પુત્રીની કોહવાયેલી લાશો મળી આવી હતી. તેમાં માતા-પુત્રીની લાશો એક પતરાની પેટીમાંથી તથા પિતાની લાશ ઘરના પેસેજમાંથી મળી આવી હતી.સ્થાનિક પોલીસના કહેવા મુજબ આ પરિવાર ગત તા.17 ઓગસ્ટથી ઘર બહાર જોવા મળ્યો ન હતો તેથી ત્યારે તેની હત્યા કરાઇ હોવાની શંકા છે. જો કે, હત્યારાઓ અંગે હજુ સસ્પેન્સ પ્રવર્તી રહ્યો છે. મૃતક દંપતિના પુત્રોને બોલાવી પોલીસ કડીઓ મેળવવા તપાસ કરી રહી છે.

મુંબઈ નજીકના પાલઘર જિલ્લાના વાડા તાલુકાના નેહરોલી ગામમાંથી શુક્રવારે મુકુંદ રાઠોડ, તેમનાં પત્ની કંચન રાઠોડ અને પુત્રી સંગીતા રાઠોડના કોહવાઈ ગયેલા મૃતદેહ તેમના બંધ ઘરમાંથી મળી આવ્યા હતા. રાજકોટથી પચીસેક વર્ષ પહેલાં વાડા આવીને વસનારા મુકુંદ રાઠોડ નિવૃત્ત હતા. તેમનો પંકજ નામનો પુત્ર વિરારમાં તો સુહાસ નામનો પુત્ર રાજકોટમાં રહે છે.

પિતા, મમ્મી અને બહેનનો સંપર્ક નહોતો થતો એટલે સુહાસ તેના વિરારમાં રહેતા ભાઈને લઈને વાડાના નેહરોલી ગામમાં આવેલા ઘરે પહોંચ્યો હતો. ઘર બહારથી બંધ હતું અને તેમણે ખોલ્યા બાદ ઘરમાંથી ત્રણેયના કોહવાઈ ગયેલા મૃતદેહ મળી આવ્યા હતા. ઘરના ઉપરના ભાગમાં આવેલા માળિયામાં એક ઉત્તર ભારતીય પરિવારને ભાડા પર રાખવામાં આવ્યો હતો. જોકે આ પરિવાર થોડા મહિના પહેલાં જતો રહ્યો હતો. આમ છતાં આ કેસની તપાસ કરી રહેલી વાડા પોલીસને ભાડૂત પર શંકા છે.

વાડા પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ દત્તાત્રય ક્ધિદ્રેએ કહ્યું હતું કે નજીવ ગુમાવનારા મુકુંદ રાઠોડ નિવૃત્ત હતા એટલે તેમની કોઈ આવક નહોતી. આથી પુત્રો તેમને અમુક સમય બાદ રૂૂપિયા આપી જતા હતા. આ મહિનાના બીજા અઠવાડિયે વિરારમાં રહેતો પુત્ર પંકજ રૂૂપિયા આપીને ગયો હતો.

17 ઑગસ્ટથી આ પરિવાર ઘરની બહાર જોવા નહોતો મળ્યો. આસપાસના લોકોની પૂછપરછમાં જણાયું છે કે એક પરિવારને રહેવા માટે માળિયું ભાડે આપ્યું હતું. આ પરિવાર થોડા સમય પહેલાં અહીંથી જતો રહ્યો હતો. ટ્રિપલ મર્ડરમાં શંકાની સોય અત્યારે આ ભાડૂત પર છે. જોકે અમે બીજા ઍન્ગલથી પણ તપાસ કરી રહ્યા છીએ. સંગીતા રાઠોડની માનસિક સ્થિતિ સારી નહોતી અને તે પંદર વર્ષથી છૂટાછેડા લઈને માતા-પિતા સાથે રહેતી હતી.મા-દીકરીના મૃતદેહ પતરાની પેટીમાંથી તો મુકુંદ રાઠોડનો મૃતદેહ ઘરની અંદરના પેસેજમાંથી મળ્યો હતો. ત્રણેયના મૃત્યુનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ તેમનાં મૃત્યુનું કારણ જાણી શકાશે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE