જન્માષ્ટમીના દિવસે મિત્રો સાથે વાડીએ જમવા ગયો હતો
ધ્રોલ તાલુકાના લતિપુર ગામનો યુવાન રાજેશભાઇ રવજીભાઈ પેઢડીયા ઉવ. 45 તે જન્માષ્ટમીનાં દિવસે મિત્રો સાથે વાડીમાં જમવાનો પ્રોગ્રામ રાખેલ હોય. વરસાદનાં કારણે વાડીએ રોકાઈ ગયો હતો. સવારનાં ચારેક વાગ્યાના સુમારે લતિપુર ઘેર પરત ફરતો હતો. એ દરમિયાન વોંકળામાં પાણીનાં પ્રવાહમાં તણાઈ ગયો હોવાની ધ્રોલ પોલીસને જાણ થતા ધ્રોલ નગરપાલિકાના ફાયરબ્રિગેડ ની ટીમને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. પરંતુ મોડી સાંજ સુધી રાજેશભાઇ નો કોઈ પત્તો લાગ્યો ન હતો. જે બનાવ લઈ ને ધ્રોલ પોલીસે ગુમ ની ફરિયાદ નોધી શોધખોળ હાથ ધરી છે.
Post Views: 58