April 5, 2025 1:03 am

મોદી સરકારે 15 જ દિવસમાં બેક ટુ બેક 3 નિર્ણય પાછા ખેંચ્યા, ચર્ચા વગર જ નિર્ણય લીધાની અટકળો

કેન્દ્રની  નરેન્દ્ર મોદી સરકારે વિરોધ પક્ષો અને એનડીએના જ સાથી પક્ષોના દબાણ સામે ઘૂંટણ ટેકવીને લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. આ સાથે સરકારે રાજકીય શરણાગતિની હેટ્રિક પૂરી કરી છે કેમ કે છેલ્લાં એક પખવાડિયામાં સરકારે ત્રીજી વાર રાજકીય મોરચે મોટી પીછેહઠ કરવી પડી છે.

લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી રદ કરવાના સરકારના નિર્ણયથી રાહુલ ગાંધીનું રાજકીય વજન પણ વધ્યું છે. રાહુલ ગાંધી મોદી સરકારને ભીંસમાં મૂકતા એક પછી એક મુદ્દા ઉભા કરીને વિપક્ષના નેતાની ભૂમિકા અસરકારક રીતે ભજવી રહ્યા હોવાની છાપ મજબૂત થઈ રહી છે.

આ પહેલાં સરકારે વકફ એક્ટમાં સુધારાનો ખરડો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ને સોંપવાની ફરજ પડી હતી. સરકારે મોટા ઉપાડે 8 ઓગસ્ટે લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ એક્ટ રજૂ તો કરી દીધો પણ વક્ફ એક્ટમાં સુધારાની હિલચાલ સામે પણ ભાજપના સાથી પક્ષોએ જ વાંધો લેતાં દસ વર્ષના શાસનમાં સરકારે પહેલી વાર કોઈ ખરડો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ને સોંપવો પડ્યો હતો. ભાજપે વકફ એક્ટમાં સુધારાને મુદ્દે કરેલી પીછેહઠના કારણે હિંદુવાદીઓ નારાજ છે.

મોદી સરકારે એ પછી મીડિયાને નાથવા માટે સોશિયલ બનાવેલું બ્રોડકાસ્ટિંગ બિલ વિપક્ષો અને સાથી પક્ષોના દબાણ બેઠળ પાછું ખેચવું પડ્યું હતું. સરકારે બ્રોડકાસ્ટિંગ બિલને મુસદ્દા પણ જેમનાં હિતો સંકળાયેલાં છે તેમને મોકલી આપેલો પણ પછી અચાનક ૧૩ ઓગસ્ટે બિલ પાછું ખેંચવાની જાહેરાત કરી હતી.

સરકારના આ ખરડાને મીડિયાએ રાક્ષસી ગણાવેલો અને તેના કારણે અભિક્તિના સ્વાતંત્ર્ય પર તરાપ આવી જશે એવું કહીને ઉગ્ર વિરોધ કર્યો હતો. વિપક્ષો પણ આ મુદ્દે લડાયક મૂડમાં હોવાથી સરકારે શરણાગતિ સ્વીકારવી પડી હતી. સરકારે બ્રોડકાસ્ટિંગ બિલનો નવો મુસદ્દો બહાર પાડવાની જાહેરાત કરી છે પણ નવા ખરડામાં સોશિયલ મીડિયાને નાથવા માટેની જૂની જોગવાઈઓ નહીં હોય એ સ્પષ્ટ છે.

હવે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીની જાહેરખબર પ્રસિધ્ધ થયાના ત્રણ દિવસમાં જ ભરતી રદ કરવાનો નિર્ણય લઈને સરકારે હેટ્રિક કરી નાંખી છે. લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી રદ કરવાનો નિર્ણય લેવો પડયો એ મોદી સરકાર માટે મોટી લપડાક છે કેમ કે 2018થી થતી લેટરલ એન્ટ્રી ભરતીનો બહુ વિરોધ થયો હતો. સરકારની ત્રણ મહત્વના મુદ્દે પીછેહઠ રાજકીય રીતે મોદી સરકાર અત્યંત નબળી હોવાનું સાબિત કરે છે એવું ભાજપના જ નેતા સ્વીકારે છે.

લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીના મુદ્દે જેડીયુ અને એલજેપી બંનેએ વિરોધ કર્યો હતો. ભાજપ પહેલાં એનડીએના સાથી પક્ષોને ગણતરીમાં લેતો જ નહોતો. તેમના પર પોતાના નિર્ણયો થોપી દેતો હતો પણ લોકસભામાં સ્પષ્ટ બહુમતી નહીં હોવાથી હવે સાથી પક્ષોને પણ અવગણી શકતો નથી.

આ ત્રણ નિર્ણય પર પીછેહઠ 

8 ઓગસ્ટ

લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ એક્ટ ૨જૂ કરાયું પણ વિરોધના પગલે જેપીસીને સોંપવું પડયું. દસ વર્ષમાં પહેલી વાર મોદી સરકારે કોઈ બિલ જેપીસીને સોંપ્યું

13 ઓગસ્ટ 

સરકારી ટીકા કરતાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સહિતના વિરોધીઓ પર લગામ માટેનું સ્વાતંત્રય વિરોધી ગણાવાયેલું બ્રોડકાસ્ટિંગ બિલ પાછું ખેંચવાની ફરજ પડી.

20 ઓગસ્ટ 

યુપીએસસી દ્વારા જાહેર ખબર બહાર પડાયાના ત્રણ દિવસમાં જ 45 ક્લાસ વન અધિકારીની લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી રદ કરવાનો નિર્ણય રદ કરવો પડ્યો

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE