વેપારીઓ દ્વારા આપવામાં આવતું કોઈ પણ પ્રકારના ડિસ્કાઉન્ટમાં પૂરતું ધ્યાન રાખવામાં નહીં આવે તો જીએસટી ભરપાઈ કર્યા બાદ આઈટીસીમાં તેનો લાભ મળશે નહીં. તેના લીધે વેપારીને આપવામાં આવેલા ડિસ્કાઉન્ટની રકમનું પણ જીએસટી ભરપાઇ કરવાની નોબત આવી શકે છે. તેના લીધે વસ્તુ મોકલતા પહેલા જ તેની ચર્ચા કર્યા બાદ જ બિલ અથવા તો ઇનવોઇસ બનાવવામાં આવે તો જીએસટી ભરવાની ઝંઝટમાંથી છુટકારો મળી શકે છે. આ ઉપરાંત જો વેપારી દ્વારા અપાયેલા ડિસ્કાઉન્ટ પૂરતા પુરાવા રજૂ નહીં કરી શકે તો ભરવામાં આવેલો જીએસટી પરત મળશે નહીં. તેના લીધે વેપારીએ આર્થિક બોજ વધુ આવી શકે છે.
કેટલાક કિસ્સાઓમાં વેપારીએ માલ ખરીદ્યા બાદ જે પ્રમાણે માલનું વેચાણ કરવામાં આવે અથવા તો નક્કી કરેલા સમય કરતાં રહેલા નાણાંની ચુકવણી કરવામાં આવે તેવા કિસ્સામાં માલ ખરીદનાર વેપારી પાસે ડિસ્કાઉન્ટ અથવા ક્રેડિટ નોટ આપવામાં આવતી હોય છે. જો ડિસ્કાઉન્ટ આપવામાં આવે તેવા કિસ્સામાં માલ વેચનાર વેપારીએ પહેલેથી જ જીએસટી ભરી દીધો હોવાના લીધે આપવામાં આવેલા ડિસ્કાઉન્ટનો લાભ મળશે નહીં. તેમ છતાં લાભ લેવો હોય તો જે વેપારીને માલનું વેચાણ કર્યુ હોય તેની પાસેથી લેખિતમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું તેવું લખાણ સ્ટેમ્પ પેપર પર અથવા તો જે ફર્મને માલનું વેચાણ કર્યું તેના લેટરહેડ પર લેવાનું રહેશે. આ ઉપરાંત જે માલનું વેચાણ કર્યુ હોય તેના બિલ અથવા તો ઈનવોઈસ પ્રમાણે લખાણ લેવાનું રહેશે. તો જ સામેવાળા વેપારીને જીએસટી ભરવામાં ફાયદો થઈ શકે તેમ છે. સાથે સાથે માલ ખરીદનાર વેપારીએ આઇટીસી લઇ લીધી હશે તો સામેવાળા વેપારીને જીએસટીનો લાભ મળશે નહીં. (૨૨.૨)
૩૧ ઓક્ટોબર પહેલા ક્રેડિટ નોટ આપવાની રહેશે
માલ વેચનાર વેપારી દ્વારા આપવામાં આવેલા ડિસ્કાઉન્ટ પેટે માલ ખરીદનાર વેપારીએ પહેલેથી જ જીએસટીની રકમ આપી દીધી હોય છે. સાથે સાથે માલ વેચ્યા બાદ તે પેટે જીએસટી પણ વિભાગમાં જમા કરાવી દીધો હોય છે. તેના લીધે ડિસ્કાઉન્ટની રકમનો પણ જીએસટી ભરપાઇ કરી દેવામાં આવ્યો હોય તેવા કિસ્સામાં ૩૧ ઓક્ટોબર પહેલા તેની તમામ ગણતરી કરીને એક ક્રેડિટ નોટ આપવાની રહેશે. અથવા તો સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટ પાસે તેનું સર્ટિફિકેટ તૈયાર કરવાનું રહેશે. ત્યારબાદ જ વધારે ભરપાઇ કરવામાં આવેલા જીએસટી આઇટીસી રૂપે પરત મળી શકશે.-સીએ