અફઘાનિસ્તાન-પાકિસ્તાન વિવાદનું સૌથી મોટું કારણ ડ્યુરાન્ડ લાઇન છે, જેનું નિર્માણ અંગ્રેજોએ કર્યું હતું અને તે પાકિસ્તાન માટે એક સમસ્યા બની રહે છે. અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન સત્તા પર આવ્યું છે ત્યારથી પાકિસ્તાન સાથે સંઘર્ષ વધી ગયો છે.
અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં ડ્યુરાન્ડ લાઇન પર પાકિસ્તાની સૈનિકો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા અને પાંચ અન્ય ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું. જણાવી દઈએ કે અહીં પાકિસ્તાની સેના અને તાલિબાન વચ્ચે હિંસક અથડામણ ચાલી રહી છે. એકબીજા સામે બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.
દિલ્હી દારૂ કૌભાંડ મામલે મોટી અપડેટ, EDએ પહેલી વાર બનાવી પાર્ટીનો આરોપી
અફઘાનિસ્તાનના મીડિયા આઉટલેટથી મળતી માહિતી મુજબ આ અથડામણમાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે. પાકિસ્તાની સૈનિકના મોતના સમાચાર પણ મળી રહ્યા છે. પક્તિકા પ્રાંત એ જ વિસ્તાર છે જ્યાં પાકિસ્તાની સેનાએ હાલના સમયમાં અનેક હુમલા કર્યા હતા.
શહેર કોંગ્રેસ દ્વારા બહુમાળી ભવન ખાતે વિદ્યાર્થીઓ, વાલીઓને છાશ વિતરણ
સંઘર્ષની શરૂઆત અરિઓબ જાજીથી થઈ હતી
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર પક્તિકકાના દંડ-એ-પાટણમાં પાકિસ્તાની સેના અને તાલિબાન વચ્ચે હિંસક અથડામણ ચાલી રહી છે. પક્તિકાના આર્યોબ જાજી જિલ્લામાં લડાઈ શરૂ થઈ હતી અને તે દંડ-એ-પાટણ પહોંચી ગઈ છે.
બંને દેશોએ એકબીજાને નિશાન બનાવ્યા
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાલિબાનની સેના વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને દેશો ડ્યુરાન્ડ લાઇન પર એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ, પક્તિયાના રહેવાસીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન તરફથી ડઝનબંધ મિસાઇલો છોડવામાં આવી હતી, જે લોકોના ઘરો પર પડી હતી.
પાકિસ્તાન સાથે સંઘર્ષ વધ્યો
જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યું છે ત્યારથી પાકિસ્તાન સાથે સંઘર્ષ વધી ગયો છે. ટીટીપીના આતંકીઓ દ્વારા હુમલાઓ પણ વધ્યા છે. અફઘાનિસ્તાન-પાકિસ્તાન વિવાદનું સૌથી મોટું કારણ ડ્યુરાન્ડ લાઇન છે, જેનું નિર્માણ અંગ્રેજોએ કર્યું હતું અને તે પાકિસ્તાન માટે એક સમસ્યા બની રહે છે.
ભારત હેડલાઇન સાથે જોડાવા બદલ આપનો આભાર… અમે તમને આપશું દેશ અને દુનિયાના પળે-પળના સમાચારો અમારી સાથે જોડાવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો….
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDkbRA