બિહાર રાજ્યના પટણા જિલ્લાના મૂળ રહીશ અને હાલ લાલપુર બાયપાસ ચોકડીમાં સેટેલાઈટ પાર્ક ખાતે રહેતા સાગરકુમાર આઝાદસિંહ ખારભૈયા નામના યુવાન મંગળવારે સાંજના સમયે તેમના પરિવારજનો સાથે બેટ દ્વારકાના સુદર્શન સેતુ વિસ્તારમાંથી દ્વારકાધીશના દર્શન કરીને ચાલીને પાર્કિંગ તરફ જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 37 યુ. 2379 નંબરની એક ઈલેક્ટ્રિક રિક્ષાના ચાલકે સાગરકુમારને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ સમગ્ર બનાવવા અંગે બેટ દ્વારકા પોલીસે મૃતકના પિતા આઝાદસિંહ વ્રીદાસિંહ ખેરભૈયા (ઉ.વ. 53)ની ફરિયાદ પરથી અજાણ્યા રિક્ષાના ચાલક સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Post Views: 66