બોલિવૂડના શહેનશાહ કહેવાતા અમિતાભ બચ્ચને મોટા પડદાની સાથે સાથે નાના પડદા પર પણ પોતાની અમીટ છાપ છોડી છે. તેમનો લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ દર્શકોને ખૂબ જ પસંદ આવે છે અને આ શોની 16મી સીઝનની શરૂૂઆત શાનદાર થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ 16ના એપિસોડ દીઠ 5 કરોડ રૂૂપિયા ચાર્જ કરી રહ્યા છે, જે છેલ્લી સીઝન કરતા ઘણા વધારે છે.
કે કૌન બનેગા કરોડપતિની પ્રથમ સીઝન માટે અમિતાભને પ્રતિ એપિસોડ 25 લાખ રૂૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જેમ જેમ કૌન બનેગા કરોડપતિની અન્ય સીઝન આવી તેમ તેમ અભિનેતાની લોકપ્રિયતા પણ વધતી ગઈ અને તેની ફી પણ વધતી ગઈ. જ્યારે શો ચોથી સિઝનમાં પહોંચ્યો ત્યાં સુધીમાં આ શો માટે અમિતાભ બચ્ચનની ફી બમણી થઈ ગઈ હતી અને એમને 50 લાખ રૂૂપિયા લેવાનું શરૂૂ કર્યું હતું. આ પછી, છઠ્ઠી સિઝન સુધીમાં ફી વધીને 1.5 કરોડ રૂૂપિયા થઈ ગઈ, આઠમી સિઝન સુધીમાં ફી વધીને પ્રતિ એપિસોડ 2 કરોડ થઈ ગઈ હતી.રિપોર્ટ અનુસાર નવમી સિઝન માટે 2.9 કરોડ, 10મી સિઝન માટે પ્રતિ એપિસોડ 3 કરોડ, 11 મી સિઝનના પ્રતિ એપિસોડ માટે રૂૂ. 3.5 કરોડ લીધા હતા. અમિતાભે પકૌન બનેગા કરોડપતિથની 14 મી અને 15મી સીઝનના એક એપિસોડ દીઠ 3-4 કરોડ રૂૂપિયા લીધા હતા
અમિતાભ બચ્ચને વર્ષ 2000માં કેબીસીની શરૂૂઆત કરી હતી. આ શો બ્રિટિશ શો હૂ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર? પર આધારિત છે. આ શોની પ્રથમ સીઝનની જબરદસ્ત સફળતાએ અમિતાભને દરેક ઘરમાં ફેમસ બનાવ્યા હતા. એ બાદ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે તેને શો છોડવો પડ્યો હતો અને તેની જગ્યા પર શાહરૂૂખ ખાને આ શોની સીઝન 3 હોસ્ટ કરી હતી. આ પછી, અમિતાભ બચ્ચન સીઝન 4 થી સીઝન 16 સુધી શોને સંભાળી રહ્યા છે.